Ahmedabad News અમદાવાદ : શું તમે પણ અમદાવાદના આ બ્રિજ પરથી પસાર થાઓ છો? જો પસાર થતા હોવ તો ચેતી જવાની જરૂર છે. કારણ કે, આ અમદાવાદનો આ બ્રિજ ટેકાના સહારે ઉભો છે. અમદાવાદના વધુ એક બ્રિજની મજબૂતી સામે સવાલો ઉભા થયા છે. આ બ્રિજ પરથી રોજના હજારો લોકો પસાર થાય છે. બ્રિજ એટલો બિસ્માર છે કે, ગમે ત્યારે તૂટી શકે છે. ત્યારે અહીંથી પસાર થનારા લોકોને ડર લાગી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓવરબ્રિજ કે જેને ચાંદલોડિયા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, તેની મજબૂતી સામે સવાલો ઊભા થયા છે. વર્ષ 1998માં બનેલા ચાંદલોડીયા બ્રિજને તંત્રએ ટેકાનો સહારો આપ્યો છે, ત્યારે એ માંડ ઉભો છે. બિસ્માર ચાંદલોડિયા બ્રિજને ટકાવી રાખવા બ્રિજ નીચે ટેકા ગોઠવી દેવાયા છેય ટેકાના સહારે રહેલા બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોનું આવન જાવન યથાવત છે. વર્ષ 1998 માં ઔડા દ્વારા બનાવાયેલા બ્રિજની વચ્ચેનો ભાગ કે જ્યાં ટેકા ટેકવવામાં આવ્યા છે, તે ભાગ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2016માં બ્રિજની વચ્ચેનો ભાગ રેલવે દ્વારા રિપેર કરાયો હતો. 


મહિને અઢી લાખ પગાર, પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાતમાં સરકારી નોકરીની આ તક ગુમાવતા નહિ


ઔડા દ્વારા બનાવવામાં આવેલો બ્રિજ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે. સ્થાનિકોએ કહ્યું કે, આ ટેકા વર્ષ 2015 થી લગાવવામાં આવ્યા છે. ડર તો લાગે છે પણ વર્ષોથી બ્રિજ આવી જ સ્થિતિમાં છે. બ્રિજમાં વચ્ચે વચ્ચે અઢળક ક્રેક દેખાય છે, વાહનોનું આવર જવર રાબેતા મુજબ જ ચાલુ છે. 


ગુજરાતમાં નવી આગાહીથી બચીને રહેજો, ભુક્કા બોલાવશે એપ્રિલ-મે મહિનો