ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરમાં સમીસાંજે આકાશમાં ભેદી ધુમાડો ફેલાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં ભેદી ધુમાડાના ઘટનાક્રમ વચ્ચે લોકોમાં ભારે કુતુહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે. ફાયરની ટીમને ધુમાડાના પગલે તપાસ હાથ ધરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભુવાજી તો અમારા માનનીય-સન્માનિય'! કંઈ પ્રવૃતિ ગણાશે કાળો જાદુ અને કઈ નહીં ગણાય?


શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે બોડકદેવ, થલતેજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના એસજી હાઇ-વે વિસ્તારમાં શંકાસ્પદ દુર્ગંધ ફેલાયેલી જોવા મળી રહી છે. ફાયરબ્રિગેડની 5 ટીમો તેનું કારણ જાણવા તપાસમાં લાગી છે. પરંતુ હજું સુધી કોઈ કારણ સ્પષ્ટ થયું નથી.


'અમારા આ 2 નેતાઓ પર કરાયો કાળો જાદુ, એટલે કોંગ્રેસ છોડીને ગયા ભાજપમાં'!


આજે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે પણ ધુમ્મસભર્યું વાતાવરણ બન્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર વાતાવરણમાં ધુમાડા સાથે દુર્ગંધ ફેલાયેલી જોવા મળી રહી છે. 


એક સમાચારથી ખળભળાટ! ભારતનુ સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 100થી વધુ વિદ્યાર્થીનીઓ પીંખાઈ


વેઝિબિલિટી ઘટતા વાહનચાલકો અને નાગરિકોમાં ભારે અચરજ ફેલાયું છે. સાંજે છ વાગ્યા બાદ વિચિત્ર દુર્ગંધ જોવા મળતાં લોકોમાં કુતૂહલ જાગ્યું છે. દૂર-દૂર સુધી ધુમાડાભર્યું વાતાવરણ દેખાયું હતું. ધુમાડાભર્યું અને વિચિત્ર ગંધવાળા વાતાવરણને લઈને લોકોમાં ચર્ચા જાગી છે.


દૂધ ઉત્પાદકો માટે મોટા ખુશખબર! આ દૂધ ઉત્પાદક સંઘ તહેવારો પૂર્વે ચૂકવશે ભાવવધારો