દૂધ ઉત્પાદકો માટે મોટા ખુશખબર! આ દૂધ ઉત્પાદક સંઘ તહેવારો પૂર્વે ચૂકવશે ભાવવધારો

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023 - 24માં રૂપિયા 39 કરોડથી પણ વધુનો નફો થયો છે. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21.97 કરોડ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. 

દૂધ ઉત્પાદકો માટે મોટા ખુશખબર! આ દૂધ ઉત્પાદક સંઘ તહેવારો પૂર્વે ચૂકવશે ભાવવધારો

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023 - 24માં રૂપિયા 39 કરોડથી પણ વધુનો નફો થયો છે. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21.97 કરોડ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. 

નફામાંથી પ્રતિ કિલો ફેટ લેખે રૂપિયા 25 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવામાં આવશે. જે અંતર્ગત મંગળવારના રોજ સાડા પાંચ કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા છે. તેમજ બાકીની રકમ પણ જમા કરાવવાનું રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 

આમ રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 202 દૂધ મંડળીઓના 18054 જેટલા દૂધ ઉત્પાદકોના બેન્ક ખાતામાં ભાવ ફેર ની રકમ જમા કરાવવાનું શરૂ થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news