અમદાવાદ: શહેરમાં મચ્છજન્ય રોગનો ફાટ્યો રાફડો, આરોગ્ય વિભાગ થયું દોડતુ
ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે ચાલુ માસમાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચાલુ માસમાં માત્ર 24 દિવસની અંદર જ AMCના ચોપડે આશરે 2000 જેટલા મચ્છર અને પાણીજન્ય કેસ નોંધાયા છે.
અતુલ તિવારી/અમદાવાદ: ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે ચાલુ માસમાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચાલુ માસમાં માત્ર 24 દિવસની અંદર જ AMCના ચોપડે આશરે 2000 જેટલા મચ્છર અને પાણીજન્ય કેસ નોંધાયા છે.
મચ્છરજન્ય કેસોની વાત કરીએ તો 730થી વધુ કેસ જેમાં સૌથી વધુ સાદા મેલેરિયાના 598 અને ડેન્ગ્યુના 109 કેસ નોંધાયા છે. જ્યારે 1200 જેટલા પાણીજન્ય કેસો પણ ચાલુ માસમાં નોંધાયા છે. જેમાં ઝાડા - ઉલ્ટીના 415, ટાઈફોઈડના 441 અને કમળાના 270 કેસ સામે આવ્યા છે.
મહેસાણા પાલિકામાં તૂટી કોંગ્રેસ, 7 નગર સેવકોએ ‘હાથ’ છોડી પકડ્યું કમળ
24 ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનની ટીમ દ્વારા 1 લાખથી વધુ લોહીના નમૂનાઓની તપાસ કરવામાં આવી છે તેમજ 1930 સીરમ સેમ્પલ લેવાયા છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં 39,170 જેટલી કલોરિનની દવાઓનું વિતરણ પણ કરાયું છે. છતાં પણ પાણીજન્ય રોગોના આ વર્ષે પણ શહેરીજનો મોટી સંખ્યામાં શિકાર બન્યા છે.
જુઓ LIVE TV :