મૌલિક ધામેચા/ અમદાવાદ: કોરોના કાળમાં નવા વર્ષની ઉજવણી ઉપર શહેર પોલીસે આ વર્ષે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી જાહેરમાં નહીં કરવા, કે સોશિયલ ગેધરીંગથી દુર રહેવા પોલીસે શહેરીજનોને અપીલ કરી છે. તેમ છતાં અમદાવાદમાં રાત્રીના 9:00 વાગ્યાથી કર્ફ્યુની અમલવારી માટે પોલીસે બંધોબસ્તની સાથે-સાથે એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ પર ચેકિંગ માટે પોલીસ જવાનો તૈનાત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- નવસારી અકસ્માત: ટાયર ફાટતાં ફંગોળાઈને કાર અન્ય કાર સાથે ટકરાઈ, એકનું મોત; ત્રણને ઈજા


સામાન્ય વર્ષોમાં 31 ડિસેમ્બરની ઉજવણી લોકો ખુબ જ હર્ષોઉલ્લાસ સાથે કરતા હોય છે. અનેક પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં મહેફિલ અને શબાબ પાર્ટીનાં આયોજન થતા હોય છે. એટલું જ નહી અમદાવાદના સીજી રોડ પર અનેક લોકો નવા વર્ષને આવકારવા એકઠા થતા હોય છે. પરંતુ હાલની પરિસ્થતિને ધ્યાને જોતા શહેર પોલીસે તમામ નવા વર્ષ દરમ્યાન યોજાનારા ડીજે પાર્ટી તથા અન્ય તમામ પ્રકારના સેલિબ્રેશન ઉપર રોક લગાવી છે. એસજી હાઇવે ઉપર આવેલા તમામ પાર્ટીપ્લોટ તથા આયોજકો સાથે પોલીસે બેઠક યોજીને જાણ પણ કરી દીધી છે કે આ વર્ષે કોઈ પણ પ્રકારની પાર્ટી કે સેલિબ્રેશનના આયોજન કરવામાં આવશે નહીં.


આ પણ વાંચો:- એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ: રાજકોટમાં ભૂમાફિયાઓ સામે કરવામાં આવશે કડક કાર્યવાહી


જો નિયમોનું ઉલ્લઘંન થશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે. સાથે ક્રાઈમ બ્રાંચ, SOG અને LCBની ટીમ પણ બંધોબસ્તમાં ચેકિંગ કરશે અને સ્થાનિક પોલીસ બંધોબસ્ત વધારી કફર્યુનું અમલવારી કરાવશે તો કટલા પોલીસકર્મીઓ બંધોબસ્તમાં તૈનાત રહેશે. દર વર્ષ કરતા આ વર્ષની 31 ડિસેમ્બરની ઉજવણી કંઈક જુદી જ હશે, સાથે સાથે આ વર્ષે કાયદાનું પાલન કરાવવા માટે કડકાઈથી પણ વર્તે તો નવાઈની વાત નથી. બીજી તરફ પોલીસ વિભાગ તરફથી પણ વધારાનો પોલીસ સ્ટાફ અમદાવાદ શહેરમાં તૈનાત કરી દેવામાં આવશે.


આ પણ વાંચો:- સુરતીઓને ભારે પડી શકે છે 31stની ઉજવણી, પોલીસ કમિશનર દ્વારા કરાઈ આ તૈયારીઓ


આ ઉપરાંત શહેરના એસજી હાઇવે તથા સીજીરોડ ઉપર કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરવા માટે શહેર પોલીસે આહવાન કર્યું છે. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરના રોજ દારૂ પીને છાકટા બનીને ફરનારના નબીરાઓને અત્યાર સુધી બ્રેથએનેલાઇઝર વડે ચેક કરવામાં આવતા હતા. પરંતુ કોરોના વાયરસના લીધે આ વખતે પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓને સીધા જ મેડિકલ માટે મોકલી આપવામાં આવશે. અને જો દારૂ અથવા કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરેલું હશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ 9 વાગ્યા બાદ કારણ વગર બહાર નીકળતા લોકો વિરુધ પણ જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube