ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યું છે આ કામ!
ઉત્તરાયણનો તહેવાર સામે છે, ત્યારે ચાઈનીઝ દોરીએ સમગ્ર રાજ્યમાં કાળો કહેર વરતાવ્યો છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું..જે ચાઈનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે
ઉદય રંજન/અમદાવાદ: ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી..જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે.
નોર્મલ કાર કરતા હાઈબ્રિડ કાર કઈ રીતે આપે છે વધુ માઈલેજ? 99 % લોકો પાસે નથી જવાબ
ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે કે ઇ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ કોમર્સ વેબસાઈટ ને પોલીસે નોટિસ પાઠવી..હાલ શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું..જે ચાઈનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે..ત્યારે ચાઈનિઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
NRI બેંક ડિપોઝીટમાં ગુજરાતની ઉંચી છલાંગ, પાર કરી ગયો આટલા લાખ કરોડનો આંકડો
સાથે ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ન લખવા..જોકે જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે કારણકે ટુ વ્હીલર જતા ગળા ભાગે દોરી વાગતા ગંભીર ઇજાઓ થઈ થાય છે. હાલ ચાઈનીઝ દોરીના કેસમાં પકડાયેલ આરોપીની પૂછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પકડાયેલ આરોપી માં ચાઇનીઝ દોરીનું પ્રોડક્શન ક્યાં થઈ રહ્યું છે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.