અમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા થશે દૂર, AMCએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’
મેગાસીટી અને હવે સ્માર્ટસિટી તરીખે ઓળખાતા અમદાવાદ માટે એક કાળી ટીલી સાબિત થઇ રહેલી પીરાણા ડમ્પ સાઇટને કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીરાણા ડમ્પ સાઇટ એટલે એક એવી જગ્યા કે જ્યા 466 ચોરસ કીલોમીટર વિસ્તારમાં ફેલાયેલા સમગ્ર શહેરનો કચરો એકઠો થાય છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મેગાસીટી અને હવે સ્માર્ટસિટી તરીખે ઓળખાતા અમદાવાદ માટે એક કાળી ટીલી સાબિત થઇ રહેલી પીરાણા ડમ્પ સાઇટને કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીરાણા ડમ્પ સાઇટ એટલે એક એવી જગ્યા કે જ્યા 466 ચોરસ કીલોમીટર વિસ્તારમાં ફેલાયેલા સમગ્ર શહેરનો કચરો એકઠો થાય છે. છેલ્લા 40 વર્ષ કરતા વધુ સમયથી એકઠા થતા કચરાના કારણે હાલમાં પીરાણાની 85 એકર જમીનમાં 90 લાખ ટન કચરો જમા થયો છે. જે પ્રતિદિવસ વધી રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનના શાષકો અને તેના અધિકારીઓ આ માથાના દુઃખાવારૂપ સમસ્યાનો ઉકેલ લાવવા મથી રહ્યા છે. ત્યારે હવે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની આગેવાનીમાં બાયોમાઇનીંગ વર્ક શરૂ કરવામાં આવ્યું છે.
પીરાણા ડમ્પ સાઇટનું બાયોમાઇનીંગ વર્ક શરૂ
કચરાના ઢગલાને ધીમે ધીમે તોડાઇ રહ્યો છે
3 મહીનામાં 4 એકર જમીન ખુલ્લી કરાઇ
ખાનગી કંપનીની મદદથી શરૂ કરાયો પ્રોજેક્ટ
પ્રાયોગીક સફળતા બાદ મોટા પાયે કામ શરૂ
દૈનિક 1000 ટન કચરાનું પ્રોસેસિંગ હાથ ધરાયુ.
સુરતના વેપારીને મળી ડોન છોટા શકીલના ખાસ માણસ તરફથી ધમકી
ઉલ્લેખનીય છે કે, પીરાણા ડમ્પ સાઇટ પર એકઠા થતા કચરામાં તમામ પ્રકારના કચરાનો સમાવેશ થાય છે. જેને છુટો પાડવો એ સૌથી મોટી કામગીરી છે. ત્યારે એએમસીએ એપ્રિલ મહીનામાં ખાનગી કંપનીને દૈનિક 300 ટન કચરો છુટો પાડવાનો પાઇલટ પ્રોજેક્ટ સોંપ્યો હતો. જેની સફળતા બાદ હવે તંત્રએ વધુ મશિનો કાર્યરત કરી દીધા છે. હાલમાં ચાર મશિન દ્વારા દૈનિક 1000 થી 1200 ટન કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યુ છે. જેની ક્ષમતા આગામી દિવસમાં હજી વધારવામાં આવશે. આમ લાંબા ગાળાનું આયોજન કરીને સમગ્ર કચરાનો ઢગલો દોઢ થી બે વર્ષમાં દૂર કરી દેવાનો આશાવાદ તંત્રએ વ્યક્ત કર્યો છે.
સુરત : ગ્રીલ વગરની બારીમાંથી બાળક ત્રીજા માળેથી સીધો નીચે પટકાયો, મોત થયું
તો બીજી તરફ શહેરમાં દૈનિક કચરો પણ એટલો જ એકઠો થાય છે. પહેલા 4500 ટન કચરો એકઠો થતો હતો, પરંતુ એએમસીએ કરેલા વિવિધ નિર્ણયો અને ગોઠવેલી નવી સિસ્ટમના કારણે હવે 3700 ટન કચરો એકઠો થાય છે. જેને પણ વિવિધ પ્રકારે અલગ અલગ કરવાના પ્લાન્ટ ઉભા કરવાની પ્રક્રીયા ચાલી રહી છે.