ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદના સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબએ આપધાતના પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના એડી સુપરિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલએ જણવ્યું હતું કે સિનિયર ડોક્ટર ચિરાગ ચૌધરીએ પીજી હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહતના પ્રયાસ કરનાર તબીબને ઇમરજન્સીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ આપઘાતનો પ્રયાસ કરનાર તબીબ ક્રિટીકલ સ્થિતિમાં છે તેમની સારવાર ચાલી રહી છે. હજુ આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ છે. સિવિલના સ્ટાફનું માનવું કે અનુમાન છે પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મૂળ સાપુતારાના રહેવાસી ચિરાગ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. ડો. ચિરાગ ચૌધરી સિનિયર રેસિડેન્ટ તબીબ છે હોસ્ટેલમાં ગઈ રાત્રે સમગ્ર રાત દરમિયાન બબાલ ચાલી હતી.


ભુવાએ મહિલાને કહ્યું ચાલ મારી સાથે ખેતરમાં તને સંતાન પ્રાપ્ત કરાવું, પતિ અને સસરા પહોંચ્યા તો...


પ્રેમ પ્રકરણમાં અંતે તબીબે આ પગલું ભર્યું હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. ત્યારે વધુમાં કિડની વિભાગના ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રાનું જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર તબીબ ડો.ચિરાગ ચૌધરી એનેસથેસિયા વિભાગમાં ફરજ બજાવે છે. ડો. ચિરાગ ચૌધરી કિડની હોસ્પિટલમાં અભ્યાસ કરતા હતા. ત્યારબાદ છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.


ઇદની તડમારા તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા તૈયાર કરાયો માસ્ટર પ્લાન, જડબેસલાક આયોજન


તબીબને બચાવવા માટે કિડની હોસ્પિટલ દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. તબીબ બહુ સારા હતા તેમને કેમ આવું પગલું ભર્યું તે સમજાતું નથી ત્યારે આ સમગ્ર પ્રકરણ મામલે શાહીબાગ પોલીસે પણ તપાસ શરુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube