ભુવાએ મહિલાને કહ્યું ચાલ મારી સાથે ખેતરમાં તને સંતાન પ્રાપ્ત કરાવું, પતિ અને સસરા પહોંચ્યા તો...

સંતાન પ્રાપ્તિ માટે ભુવા બડવાની માયાજાળમાં આવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં સંતાન પ્રાપ્તિના નામે ભુવાએ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે મામલે ફરિયાદ ન નોંધાવવા ભુવાએ ધમીક પણ આપી હતી

Updated By: Oct 18, 2021, 06:26 PM IST
ભુવાએ મહિલાને કહ્યું ચાલ મારી સાથે ખેતરમાં તને સંતાન પ્રાપ્ત કરાવું, પતિ અને સસરા પહોંચ્યા તો...

જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: સંતાન પ્રાપ્તિ માટે ભુવા બડવાની માયાજાળમાં આવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં સંતાન પ્રાપ્તિના નામે ભુવાએ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે મામલે ફરિયાદ ન નોંધાવવા ભુવાએ ધમીક પણ આપી હતી. પરંતુ રાજગઢ પોલીસ સામે સમગ્ર મામલો આવતા પોલીસે આરોપી ભુવાના ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામના એક દંપતીએ લગ્નના લાંબા સમય બાદ સંતાન પ્રાપ્તિ ન થતા ભુવાનો સંપર્ક કર્યો હતો. જો કે, ભુવાએ સંતાન પ્રાપ્તિના નામે દંપતીને પહેલા તો વિધિ કરવા કહ્યું હતું. જે બાદ ભુવાએ દંપતીના ઘરે જઈ વિધિના બહાને પરિણીતાના એકલી ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સંતાન પ્રાપ્તિના નામે ભુવાએ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા.

દિવાળી પહેલા ગોલ્ડ ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, સોના-ચાંદીના ભાવમાં ભારે ધટાડો

જો કે, ખેતરમાં એકલતાનો લાભ લઇ મહિલા સાથે શારીરિક છેડછાડ કરતી વેળાએ જ મહિલાના પતિ અને સસરા ત્યાં પહોંચી ગયા હતા. જે બાદ મહિલાના પતિ અને ભુવા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ભુવાએ તેની હરકત કોઈને નહીં જણાવવા ધમકી આપી હતી. પરંતુ મહિલાના પતિ અને સસરાએ રાજગઢ પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદ રાજગઢ પોલીસે ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામના ઢોંગી ભુવા શના રાઠવા સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube