ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં 133 મું અંગદાન થયું છે. મુળ ડુંગરપુરના અને લાંબા સમયથી અમદાવાદ વસતા 28 વર્ષીય ભાવેશભાઇને સતત માથું દુખવાની તકલીફ હતી. 20મી સપ્ટેમ્બરના રોજ સખત માથું દુખ્યું અને પછી એકાએક ખેંચ આવી. જેથી પરિવારજનો તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત; મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત


અહીં ઇમરજન્સી કેર માટે દાખલ કર્યા બાદ તેમના રીપોર્ટસ કરાવવાં આવતા બ્રેઇન હેમરેજની જાણ થઇ‌ તબીબોએ ત્રણ દિવસ તનતોડ મહેનત કરીને ભાવેશભાઇ જોષીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા‌. પરંતુ 23 સપ્ટેમ્બરે તબીબો દ્રારા તેઓને  બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી‌.


ગુજરાતને મળી વધુ એક વંદેભારત ટ્રેન, સોમવારથી સૌરાષ્ટ્રના આ રુટ વચ્ચે રેગ્યુલર દોડશે


રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. હ્રદયને ગ્રીન કોરિડોર કરીને ગણતરીની મિનિટોમાં સિમસ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવા આવ્યું.જ્યારે બંને કિડની અને લીવરને મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.


Asian Games માં ભારત પર મેડલનો વરસાદ, 5 મેડલ જીત્યા, વધુ 2 મેડલ પાક્કા


અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ કે, 28 વર્ષીય ભાવેશભાઇ જોષીના પરિવારજનો દ્રારા હ્રદયપૂર્વક કરાયેલું અંગદાન આજે ચાર વ્યક્તિઓને નવજીવન આપી ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 133 અંગદાન થયા છે. જેમાં મળેલા 429 અંગોએ 412 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.


સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં આ 4 રાશિઓને થશે ફાયદો, જાણો તમારી રાશિઓની સ્થિતિ