• અસારવા વિસ્તારના રહેવાસી 75 વર્ષીય ઈન્દિરાબેન પટેલનું 9 દિવસની સારવાર બાદ કોવિડ વોર્ડમાં મોત નિપજ્યું.

  •   ઈન્દિરાબેનના પરિવારજનોની અનેક વિનંતીઓ છતાંય તેઓને અન્ય વોર્ડમાં ખસેડી સારવાર અપાઈ ન હતી


અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં આવતી રહે છે. ત્યારે કોવિડના દર્દીને લઈને હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ નેગેટિવ દર્દીનું કોવિડ વોર્ડમાં મોત નિપજ્યું છે. ત્યારે મૃતક મહિલાના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ (civil hospital) ના તંત્ર પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. કોરોના નેગેટિવ દર્દીને 9 દિવસ સુધી કોવિડ વોર્ડમાં દાખલ રાખી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર કરાઈ. જેથી મહિલાનું મોત નિપજ્યુ તેવુ પરિવારજનોએ કહ્યું.


આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના કાબૂ બહાર, 20 હજારથી વધુ લોકો માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં કેદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના રિપોર્ટ નેગિટિવ છતા કોરોના વોર્ડમાં દાખલ કરાયા 
અમદાવાદના અસારવા વિસ્તારના રહેવાસી 75 વર્ષીય ઈન્દિરાબેન પટેલનું 9 દિવસની સારવાર બાદ કોવિડ વોર્ડમાં મોત નિપજ્યું છે. મૃતક ઈન્દિરાબેન પટેલનો 19 નવેમ્બરે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. પરંતુ આ જ દિવસે તેઓને ઓક્સિજનની સમસ્યા થતા ડોક્ટરની સલાહ મુજબ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સિવિલ કેમ્પસમાં આવેલી હાર્ટ હોસ્પિટલમાંથી ઈન્દિરાબેનના ECO સહિત અન્ય રિપોર્ટ કાઢ્યા બાદ તેઓને 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો : હચમચી ઉઠી ગીર-સોમનાથની ધરતી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા


પરિવારે વારંવાર વોર્ડ બદલવાનુ કહ્યું છતા ન માન્યા 
ત્યાર બાદ 20 નવેમ્બરે RT-PCR ટેસ્ટ માટે ઈન્દિરાબેનના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ 21 નવેમ્બરે નેગેટિવ આવ્યો હતો. કોવિડ રિપોર્ટ નેગેટિવ હોવા છતાંય ઈન્દિરાબેનને કોવિડના ICU વોર્ડમાં રાખીને જ સારવાર આપવામાં આવી હતી. ઈન્દિરાબેનના પરિવારજનોની અનેક વિનંતીઓ છતાંય તેઓને અન્ય વોર્ડમાં ખસેડી સારવાર અપાઈ ન હતી. કોરોના નેગેટિવ એવા 75 વર્ષીય ઈન્દિરાબેન પટેલનું 29 નવેમ્બરે મોત નિપજ્યું હતું. સારવાર શરૂ થયાના 9 દિવસ બાદ સિવિલ હોસ્પિટલ તરફથી ઈન્દિરાબેનના મોતની જાણ પરિવારજનોને કરાઈ હતી. અંતે ભૂલ સમજાતા મૃતદેહ પરિવારજનોને આપવાની હોસ્પિટલ દ્વારા તૈયારી દર્શાવાઇ હતી, પરંતુ અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન મુજબ જ કરવાની પરિવારજનોને ફરજ પડી હતી. 


આ પણ વાંચો : ‘મન કી બાત’માં પીએમ મોદીએ કચ્છની ગુરુદ્વારાને યાદ કરીને કહ્યું...