હચમચી ઉઠી ગીર-સોમનાથની ધરતી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા
Trending Photos
- છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા.
- ભરશિયાળે આટલા બધા આંચકા (earthquake) થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
- ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આવામાં ગત 24 કલાક ગીર સોમનાથના વાસીઓ માટે ભારે રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકા (earthquake) થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી હોઈ જાનહાનિ થઈ નથી. ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે.
ગીર સોમનાથમાં રવિવાર રાતથી ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જે આજે સવાર સુધી યથાવત છે. સિસ્મોગ્રાફી પર 24 કલાકમાં કુલ 13 આંચકા નોંધાયા છે. જેની વિગતો આ મુજબ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના કાબૂ બહાર, 20 હજારથી વધુ લોકો માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં કેદ
- તલાલામાં રવિવારે મોડી રાત્રે 1:12 વાગ્યે 3.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ 11 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
- રવિવારે સવારે 4:00 વાગ્યે 1.3 ની તીવ્રતાનો આંચકો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ 11 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
- સવારે 5:52 કલાકે 2.0 ની તીવ્રતાનો આંચકો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ 11 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
- સોમવારે સવારે 11.14 મિનિટે તલાલામાં 3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. તાલાલાથી 20 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં કેન્દ્ર બિંદુ હતું.
- તલાલામાં સોમવારે સાંજ 5.21 મિનિટે 2.3ની તીવ્રતાનો આંચકો. કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં
- સાંજે 6.44 મિનિટે તલાલા અને ગીરમાં 2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. તાલાલાથી.12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ કેન્દ્ર બિંદુ
- સોમવારે મોડી રાત્રે 11.55 કલાકે ફરી બે ભૂકંપના આંચકા અનુભવાયા અને તલાલા પંથકની ધરતી હચમચી ઉઠી હતી.
- તેના બાદ રાત્રે 12 વાગ્યા પછી વધુ 2 આંચકા અનુભવાયા.
- મંગળવારે સવારે 2.41 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
આ પણ વાંચો : દિગ્ગજ દવા કંપનીનો દાવો, તેમની કોરોના વેક્સીનનું અંતિમ ટ્રાયલ સફળ, 94% અસરકારક
ગીર સોમનાખના તલાલા, ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાઈ રહી છે. સતત હલી રહેલી ધરતીને કારણે લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે. લોકો કોઈ એડવેન્ચર રાઈડ પર બેસીને સતત હલી રહ્યા હોય તેવુ અનુભવી રહ્યાં છે. ભરશિયાળે ઘરમાં રહે કે બહાર જાય તેવો ડર લોકોમાં ભરાઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે