• અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટીક સર્જનની ટીમે ઈજાગ્રસ્ત ચહેરાનું પુન:સર્જન કર્યું

  • સતત 10 કલાક ચાલેલી  સર્જરીના અંતે મળી સફળતા

  • અત્યંત ખર્ચાળ પ્લાસ્ટિક સર્જરી અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે થઈ


ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટીક સર્જનની ટીમે પ્રાણીના હુમલા બાદ ઈજાગ્રસ્ત થયેલા એક શખ્સના ચહેરાનું પુન:સર્જન કર્યુ છે. સતત 10 કલાક સુધી ચાલેલી સર્જરીના અંતે આખરે તેઓને સફળતા મળી છે. ખાનગી હોસ્પિટલમાં રૂ. 10-12 લાખમાં થતી અત્યંત ખર્ચાળ પ્લાસ્ટિક સર્જરી (plastic surgery) અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડર તાલુકાના આંકલા ગામમાં રહેતા પ્રવીણભાઇ કરસનભાઇ ભોભી જાન્યુઆરી મહિનામાં રાત્રિ સમય દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા. એકા-એક જંગલી પ્રાણીએ તેમના પર ધાતકી હુમલો કર્યો. આ હુમલામાં પ્રવીણભાઈ તો બચી ગયા, પણ જંગલી પ્રાણીના પંજાના પ્રહારથી તેમનો 40 ટકા ચહેરો બગડી ગયો હતો. અચાનક બનેલી આ ઘટના બાદ પ્રવીણભાઈના સગા તેમને ઇડર હોસ્પિટલ લઇ ગયા, ત્યાંથી તેમને હિંમતનગર હોસ્પિટલે લઇ જવાયા. હિંમતનગર હોસ્પિટલના તબીબોએ તેમના ઇજાગ્રસ્ત થયેલા બેડોળ ચહેરાને જોઇને સર્જરીની ગંભીરતાનું અનુમાન લગાવી પ્રવીણભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (civil hospital) લઇ જવા સૂચન કર્યું. અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ તેમને બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી (plastic surgery) વિભાગની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યાં.


આ પણ વાંચો : કોઈ કાળે ભાજપ અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ નહિ ગુમાવે, સોલિડ માસ્ટર પ્લાન બનાવ્યો 


શરીરના વિવિધ ભાગોમાંથી ચામડી લેવાઈ 
જાનવરના પંજાના પ્રહારથી પ્રવીણભાઈએ ચહેરાના ડાબા ભાગે આંખનું ઉપલી અને નીચલી પાંપણ, ગાલ, ઉપલા હોઠનો એક હિસ્સો તથા નાકનો અમુક હિસ્સો ગુમાવી દીધો હતો. આ પરિસ્થિતિમાં થોડા સમય બાદ પ્રવીણભાઈની હાલત દયનીય બની જાય તેમ હતી. તેથી ઊંડી ચકાસણી બાદ તબીબોએ પ્રવીણભાઈની રિકન્સ્ટ્રક્ટિવ (પુનઃનિર્માણ) સર્જરી કરીને પ્રવીણભાઈને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કર્યો. ગાલ અને હોઠના ભાગે નરમ પેશીઓની ખામીને પૂરવા માટે રેડિયલ ફોરઆર્મ ફ્રી માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને બનાવવામાં આવેલા, જ્યારે નાક અને આંખની અંદરનો ભાગ બનાવવા સાથળની ચામડી અને તાળવામાંથી મયુકોસા લેવામાં આવ્યા.


આ પણ વાંચો : સોની પરિવારની આર્થિક સ્થિતિ એવી કંગાળ બની હતી કે, બચતમાં એક રૂપિયા પણ વધ્યો ન હતો


10 કલાક ચાલી સર્જરી 
પ્રવીણભાઈની સર્જરી કુલ મળીને 10 કલાક સુધી ચાલી હતી અને તમામ પ્રથમ રિકન્સ્ટ્રક્શન એક જ વખતની સર્જરીમાં કરવામાં આવ્યું. ડો. જયેશ પી. સચદે, ડો. માનવ પી. સુરી, ડો. હિરેન એ. રાણા અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની ટીમ, એનેસ્થેસિયા વિભાગ તથા ઓપ્થેલ્મોલોજી વિભાગની ટીમ પણ આ સર્જરીમાં જોડાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં સતત 10 કલાકથી વધુ સમય ચાલેલી પ્રવીણભાઈની સર્જરી અને સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થઈ છે, જેની સામે અન્યત્ર ખાનગી હોસ્પિટલમાં અંદાજિતપણે 10 થી 11 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત. 


આ પણ વાંચો : કોણ છે આસિફ, જેનો ઉલ્લેખ આયશા અને આરીફ વચ્ચે થયેલા છેલ્લા ફોનમાં થયો હતો


પ્લાસ્ટિક સર્જરી વિશે લોકોની માન્યતા  
સામાન્ય રીતે આ શબ્દ સંભળાય એટલે લોકોના મનમાં એવી છાપ છે કે તેનો ઉપયોગ માત્ર ધનિક વર્ગના લોકો ફૅસ મેકઓવર, ચહેરો વધુ આકર્ષક કે નવપલ્લવિત કરવા, નાકને વધુ આકર્ષક બનાવવા માટે કરે છે. આ નાના માણસોના કામની વાત નથી! આ ભૂલભરેલી ધારણાને ખોટી પાડતો કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જીને ડોક્ટર્સની ટીમે તદ્દન વિનામૂલ્યે થયેલી પ્લાસ્ટિક સર્જરી દ્વારા સાબરકાંઠાના એક ગરીબ ખેડૂતને નવો ચહેરો પ્રદાન કર્યો છે.