અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગા સિટી અમદાવાદનો પ્રથમ બે ક્વાર્ટર અંતર્ગત સાતમો અને છ્ઠ્ઠો નંબર આવ્યો છે. નોંધનીય છે કે, હાલમાં સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ આખરી રેન્કિંગ નથી. ત્રીજા ક્વાર્ટરના હજીપણ 4 મહીના બાકી હોવાથી અમદાવાદના અધિકારીઓએ આ ચાર મહીનામાં શહેરનો ક્રમ પ્રથમ પાંચમાં લાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.


2019માં swiggy એપ પર સૌથી વધુ એક જ રેસિપી પર તૂટી પડ્યા ભારતીયો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2018માં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ વિજય નેહરાએ અમદાવાદને દૈશના 10 સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સમાવવા માટે તમામ પ્રયત્નો કરાશે તેમ જણાવ્યું હતું. આખરે તેમની ચેલેન્જનું પરિણામ મળ્યુ હતું. સ્વચ્છ સર્વેક્ષણ 2019 અંતર્ગત જાહેર થયેલા શહેરોની આખરી યાદીમાં અમદાવાદનો છઠ્ઠો ક્રમ આવ્યો હતો. જ્યારે 10 લાખથી વધુની વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું હતું. ત્યારે હાલમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા પ્રથમ બે ક્વાર્ટના આંકડા મુજબ અમદાવાદના ક્રમમાં કોઇ મોટો ફરક નથી પડ્યો. અધિકારીઓ પણ સ્વીકારી રહ્યા છે કે, ચાલુ વર્ષે શહેરમાં વધારે વરસાદના કારણ ગંદકીની સમસ્યા રહી હતી, જેના કારણે સ્વચ્છતા અંગેના ક્રમમાં અમદાવાદનો ક્રમ આઘો પાછો થયો છે. પરંતુ સાથે જ તેઓએ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે બાકી રહેલા સમયમાં શહેરનો ક્રમ પ્રથમ 5 નંબરમાં આવે એવી મહેનત કરવામાં આવશે.


નવા વર્ષમાં આ 5 ઓફરમાં ભૂલથી પણ ન પડતા, નહિ તો કોઈ ચૂનો ચોપડીને જતુ રહેશે   


નોંધનીય છે કે, અમદાવાદ માટે તેની સૌથી મોટી સમસ્યા એકઠા થતા કચરાના નિકાલ માટેની છે. જે માટે હાલમાં દેશમાં સૌપ્રથમવાર તંત્રએ બાયોમાઇનીંગ પદ્ધતિથી કચરાના ઢગલાને દૂર કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જે માટે હાલમાં 16 જેટલા વિશેષ મશીનોથી કચરાનું વર્ગીકરણ કરાઇ રહ્યુ છે. જેના થકી અત્યાર સુધી 14 એકર જમીન ખાલી કરવામાં સફળતા મળી છે. સાથે જ તંત્રએ શહેરમાં વધુ કેટલાય સ્થળો પર સૂકા અને ભીના કચરા માટેના નવા ડસ્ટબીન ઇસ્ટોલ કરવાની તૈયારી કરી લીધી છે. સાથે જ તંત્રએ શહેરીજનોને પણ જાહેરમાં કચરો ન ફેંકવા અપીલ કરી છે તેવું એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું. 


નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સફાઇ મામલે અનેક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કેટલીક ત્રુટીઓ રહી જવાનો સ્વીકાર પણ તંત્ર કરે છે. બીજી તરફ તંત્રની કામગીરીની સામે લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. ત્યારે જોવાનુ એ રહે છે કે માર્ચ 2020 માં જાહેર થનારા સ્વચ્છતા સર્વેક્ષણના આંકડામાં શહેરનો કયો ક્રમ રહે છે..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....