ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં જૈન (Jain) સમાજે સુવર્ણ ઇતિહાસ લખ્યો છે. એક સાથે 74 મુમુક્ષુની વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીઓનું અમદાવાદ (Ahmedabad) માં આગમન થતાં સમસ્ત જૈન સમાજમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીના મહાભિનિષ્ક્રમણની ભવ્ય ઉજવણી અંતર્ગત અમદાવાદમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં ભવ્ય વર્ષીદાની શોભાયાત્રા રવિવારે યોજાઇ હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શોભાયાત્રામાં રાજ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એ મુખ્ય હાજરી આપી હતી. તેમાં સામેલ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બર સુરત (Surat) માં દીક્ષા ગ્રહણ કરીને ઇતિહાસ રચશે.

જૈન શાસનના વિજય માર્ગની વિજય ધ્વજા લહેરાવતી અનેક વિશિષ્ટતાઓ સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સવારે 10 કલાકે અમદાવાદ શહેરના ઉસ્માનપુરા (Usmanpura) સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી શોભાયાત્રા યોજાઈ હતી. 


આ વરઘોડામાં 74 મુમુક્ષો માટે ભવ્ય રીતે તૈયાર કરેલી શિબિકાઓ, આકર્ષક ટેબ્લો, દેશભરમાંથી આવેલી મંડળીઓ અને મોટો સાધુ સમુદાય પણ જોડાયો હતો. સંગીત, કીર્તન, ચારિત્ર ધર્મના મર્મને ઉજાગર કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. હવે આગામી 27 ઓક્ટોબરે હિંમતનગરમાં તમામ મુમુક્ષોનો વર્ષીદાનનો વરઘોડો યોજાશે. અમદાવાદ (Ahmedabad) ના જૈન શાસનના ઇતિહાસમાં આ વર્ષીદાનનો વરઘોડો સુવર્ણ અક્ષરે અંકિત થશે. 


ત્યારબાદ 29 નવેમ્બરે સુરત (Surat) ના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube