અમદાવાદ: જીએમડીસી ખાતે સીએમ રૂપાણીએ કર્યું નવરાત્રી ફેસ્ટિવલનું ઉદ્દઘાટન
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટિવલ સોસાયટી દ્વારા 29 સપ્ટેબર થી 7 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ વિજય રૂપાણી દ્વારા લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી નવરાત્રી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટિવલ સોસાયટી દ્વારા 29 સપ્ટેબર થી 7 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ વિજય રૂપાણી દ્વારા લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી નવરાત્રી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિર સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બીજલ પટેલ ,સંસદ સભ્ય હસમુખ પટેલ અને કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઉદ્ઘાટન સમારંભમાં વિવિધ દેશોના રાજદૂતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઉલ્લેખનિય છે કે, વીઆઇપી લોન્ચમાં આવેલ ટોયલેટમાં પણ એસી રાખ્યા હતા. જે મામલે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.
પોરબંદર: સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે મહિલાઓએ કર્યા જાડુ સાથે ગરબા
જીએમડીસી ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવ દર વર્ષે અલગજ થીમ સાથે યોજાય છે. ત્યારે આ વર્ષે આદ્યશક્તિની સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઢીસોથી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ સાથે ગુજરાતની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરવા વિવિધ વિષયો પર આધારિત પ્રવેશદ્વારનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વડનગરનું કીર્તિતોરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાંડી મેમોરિયલ, સોમનાથ મંદિર, ધોળાવીરા, ગીર નેશનલ પાર્ક અને અમદાવાદના ત્રણ દરવાજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, દિવાળીમાં પણ ધંધો ઘટવાના એંધાણ
વિવિધ થીમ પર આધારિત વિવિધ કક્ષની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વહીવટી અને પ્રચાર-પ્રસાર કળશને શાહીબાગ પેલેસનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જ્યારે સિક્યુરિટી કક્ષને જૂની સિવિલ હોસ્પિટલ અને તબીબ કક્ષને નગીના વાડીનો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે વિશેષ કક્ષને દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ તેમજ સુંદર રીતે કોતરણી કરવામાં આવેલ સીદીસૈયદની જાળીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ વર્ષે પહેલી વાર નવરાત્રી મહોત્સવમાં સિવિક સેન્ટર ,પોલીસ સ્ટેશન અને ટીવી સ્ટુડિયોની થીમ પર બનાવવામાં આવેલી બાળ નગરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જ્યાં બાળકો ને મનોરંજન માટે અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
બનાવટી વિઝાની મદદથી સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલતા એજન્ટની મુંબઇથી ધરપકડ
વર્ષ 2018 માં એક અંદાજ મુજબ 6 લાખથી વધારે લોકોએ નવરાત્રિ મહોત્સવ જોવા ઉમટી પડ્યા હતા. જેમાં 17 લાખ લોકો ગરબે ઘૂમ્યા હતા. ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારને આશા છે કે, વરસાદી માહોલમાં ખેલૈયાઓ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાયેલ આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા મોટી સંખ્યામાં આવશે.
જુઓ LIVE TV :