સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, દિવાળીમાં પણ ધંધો ઘટવાના એંધાણ

સુરતનો કાપડ ઉઘોગ સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતો છે. જો કે આ કાપડ ઉઘોગને કોઇની કાળી નજર લાગી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, જીએસટી આવ્યા બાદ કોઇકના કોઇક કારણોસર દિવાળીના પર્વનો બિઝનેસ સતત ઘટતો ગયો છે. પાછલા વર્ષે દિવાળીમા રૂપિયા 6 હજાર કરોડનો બિઝનેસ થયો હતો. જો કે આ વર્ષે આ બિઝનેશ ઘટીને 70 ટકા એટલે કે, 4200 કરોડ રૂપિયા જેટલો જ થશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
 

સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, દિવાળીમાં પણ ધંધો ઘટવાના એંધાણ

ચેતન પટેલ/સુરત: સુરતનો કાપડ ઉઘોગ સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતો છે. જો કે આ કાપડ ઉઘોગને કોઇની કાળી નજર લાગી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, જીએસટી આવ્યા બાદ કોઇકના કોઇક કારણોસર દિવાળીના પર્વનો બિઝનેસ સતત ઘટતો ગયો છે. પાછલા વર્ષે દિવાળીમા રૂપિયા 6 હજાર કરોડનો બિઝનેસ થયો હતો. જો કે આ વર્ષે આ બિઝનેશ ઘટીને 70 ટકા એટલે કે, 4200 કરોડ રૂપિયા જેટલો જ થશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
 

  • સુરતના કાપડ ઉઘોગને લાગી કોઇની કાળી નજર
  • પાછલા વર્ષ કરતા બિઝનેશ 30 ટકા ઘટયો
  • આ વર્ષની દિવાળીમા માત્ર 4200 કરોડનો વેપાર થશે
  • વેપારીઓની હાલત બની કફોડી
  • જીએસટી બાદ વેપારીઓનો વેપાર સતત ઘટી રહ્યો છે

સુરતમાં રોજેરોજ સાડા ચાર લાખ મીટર કાપડ તૈયાર થતુ હતુ. જો કે, જીએસટી આવ્યા બાદ આ વેપાર ધંધાને પનોતી લાગી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. આ વર્ષની વાત કરીએ તો વેપારીઓ માટે નિરાશાજનક રહ્યુ છે. ઉત્તરાયણ, પોંગલ, ઓણમ, રક્ષાબંધન, લગ્નસરા સહિતની તમામ સિઝનો વેપારીઓ માટે કોઇના કોઇ કારણોસર નિરાશાજનક રહી છે. વેપારીઓને આશા હતી કે આ પર્વમા તેઓ સારી એવી કમાણી કરી લેશે. જો કે આ તમામ પર્વમા ફકત વેપારીઓને નિરાશા જ હાથે લાગી હતી.

બનાવટી વિઝાની મદદથી સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલતા એજન્ટની મુંબઇથી ધરપકડ

આ વચ્ચે દિવાળીને લઇ વેપારીઓમાં ખુશીનો માહોલ હતો. જો કે વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદીની અસર અહી પણ જોવા મળી હતી. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજી જોઇએ એવી ઘરાકી બજારમાં નહિ નીકળતા વેપારીઓમા નિરાશા જોવા મળી રહી છે. જીએસટી પહેલા અને બાદમા આકંડા વિશે વાત કરીએ તો જીએસટી પહેલા દિવાળીના પર્વ દરમિયાન 1200 કરોડ અને દરરોજની 450 જેટલી ટ્રક ભરીને માલ જતો હતો. જો કે, જીએસટી લાગ્યા બાદ આ વેપાર ધંધો સતત ઘટયો હતો. 1200 કરોડનો બિઝનેશ સિધો 900 કરોડ પર આવી ગયો હતો. પાછલા વર્ષની દિવાળીએ 900 કરોડનો બિઝનેશ ઘટી 600 કરોડ પર આવી પહોંચ્યો હતો. આ વર્ષની વાત કરીએ વેપાર ધંધો 30 ટકા ઘટીને સીધો 4200 કરોડ આસપાસ રહેશે તેવી શકયતા વ્યકત કરવામા આવી રહી છે.

દ્વારકા: જિલ્લામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઇ

થોડા સમય પહેલા જ માર્કેટમા એક નિયમ લાગુ કરવામા આવ્યો હતો કે વેચાણ કરેલા માલના નાણા 60 દિવસમાં આપવાના રહેશે અને જો લેટ પેમેન્ટ થશે તો અલગથી ચાર્જ કરવામા આવશે. જો કે હાલ માર્કેટની એવી પરિસ્થિતિ છે કે, વેપારીઓ આ નિયમને નેવે મુકીને વેપારીઓને આમ જ માલ આપી રહ્યા છે. વેપારીઓએ દિવાળીના પર્વને લઇને માલનો ભરાવો કરી દીધો હતો. આ માલનો નિકાલ કોઇ પણ ભોગે કરવા માટે વેપારીઓ કોઇ પણ શરત વગર માલ મોકલી રહ્યા છે. હાલમાં જે વેચાણ કરી રહ્યા છે તે માલનું પેમેન્ટ તેઓને દિવાળી બાદ મળશે. જેથી તેઓનો દિવાળીનો પર્વ એકદમ ફિક્કો જશે.

વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોને કોને મળી ટિકીટ

હાલ તો વેપારીઓ એક જ આશ લઇને બેઠા છે કે, આ ગંભીર બાબતમાં કેન્દ્ર સરકાર રસ લે અને કાપડ ઉઘોગ માટે નવી સ્કીમ અમલમાં આવે. જો આ જ રીતને પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસમા કાપડ ઉઘોગ બિસ્માર હાલતમા જોવા મળશે તેમા કોઇ બે મત નથી.

 જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news