ઝી મીડિયા/બ્યૂરો :જેમ ગુજરાત રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીયોને તેમના વતન મોકલવાના સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ અન્ય રાજ્યો કે વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓ માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સરકારે ગુજરાતીઓને પરત લાવવા માટે કામગીરી શરૂ કરી છે. ત્યારે અમદાવાદના ફસાયેલા પ્રવાસીઓ માટે અમદાવાદ કલેક્ટર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેથી તમારા કોઈ સ્વજન ફસાયા હોય તો તમે તેમની મદદ કરી શકો છો. 


અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ કલેક્ટરની જાહેરાત 
લોકડાઉનને પગલે અમદાવાદના અનેક નાગરિકો ક્યાંકને ક્યાંક ફસાયા છે. કોઈ વિદેશોમાં તો કેટલાક વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં, નોકરી ધંધાર્થે કામે ગયેલા લોકો પણ ફસાયા છે. આવા લોકોને હવે પરત લાવવા માટે એક આશા જાગી છે. અમદાવાદના કલેક્ટર દ્વારા વિદેશમાં ફસાયેલા અમદાવાદ જિલ્લાના ભારતીય વિદ્યાર્થી/ ટુરિસ્ટ/ બિઝનેઝ ટ્રાવેલર્સ તથા અન્ય વ્યક્તિ કે જે ભારત પરત ફરવા માગતા હોય તેમની સંપૂર્ણ વિગતો મંગાવી છે. એક્સલ શીટ અથવા pdf ફોર્મેટમાં જરૂરી તમામ વિગતો ભરી તમામ માહિતી ઈમેઈલ કરવાની રહેશે. collector-ahd@gujarat.gov.in પર તમામ માહિતી ઈ-મેઈલ કરવાની રહેશે. 


પટેલ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના કપરા કાળમાં બન્યા છે ફ્રન્ટ વોરિયર્સ 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર