અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) પીજીના તમામ કોર્સની ઓનલાઇન પરીક્ષાનું સફળતાપુર્વક આયોજન કર્યું હતું. જીટીયું દ્વારા ડિપ્લોમાં અને અંડર ગ્રેજ્યુએટ (UG) ના વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત આજે મંગળવારથી કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ યુજી અને ડિપ્લોમાં 96.4 ટકા વિવિધ શાખાઓનાં વિદ્યાર્થીઓએ હાજર રહીને ઓનલાઇન પરીક્ષા આપી છે. જેમાં યુજીના  12,980 વિદ્યાર્થીમાંથી 12,521 ડિપ્લોમાના અને 3764 માંથી 3616 અને માસ્ટર્સના 1163 માંથી 1153 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: સોશિયલ ડિસ્ટન્સિંગ નહી જળવાતા AMC એ macdonald સીલ કર્યું

હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને યુજીસીની ગાઇડ લાઇન પ્રમાણે જીટીયું દ્વારા ઓનલાઇન પરીક્ષાનું આયોજન કર્યું છે. જેને જીટીયુનાં કુલપતિ ડો. નવીન શેઠ અને કુલસચિવ કે.એન ખેર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થઇને પ્રગતિના પંથે આગળ વધે તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 


અમેરિકામાં ભારતીય મુળનાં રિસર્ચરની હત્યા, શંકાસ્પદ આરોપીની ધરપકડ

550થી વધારે વિદ્યાર્થીઓએ જીટીયુ હેલ્પલાઇનની મદદથી ટેક્નિકલ અને લોગઇન સંબંધિત અન્ય સમ્યાનું તાત્કાલિક નિરાકરણ મેળવીને સફળતાપુર્વક પરીક્ષા આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ટેક્નિકલ અને આંકડાકીય ભુલોને કારણે પરીક્ષા આપવામાં મોડા પડ્યાં હતા. જીટીયુ તરફથી આ તમામ વિદ્યાર્થીઓને વધારાની 15 મિનિટનો સમય ફાળવાયો હતો. 


Gujarat Corona Update: નવા 1020 કેસ, 898દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા

એરરના કારણે પરીક્ષા નથી આપી શક્યા તેમને હજુ એક તક આપવામાં આવે. વિદ્યાર્થીઓ દ્વારા કેટલીક નાનકી ભુલો જેવીકે 'ઓ' ના બદલે ઝીરો, ઉદ્ગાર ચિન્હમાં ભુલ વારંવાર જુનો પાસવર્ડ નાખવો જેવી બાબતના કારણે પરીક્ષામાં હાજર ન રહી શક્યા હોય તેમને ફરી એકવાર તક આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર