ઝી ન્યૂઝ/અમદાવાદ: હોળી- ધૂળેટીના તહેવારને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ધૂળેટીના દિવસે રંગો અને પાણીથી રંગોત્સવ મનાવશે, જેથી ક્યાંય ગંદકી ના ફેલાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે બગીચા અને બ્રિજ સવારથી લઈને સાંજ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની હોળી બાદ પહેલી ખરાબ આગાહી; માર્ચ, એપ્રિલ અને મેં મહિનો કેમ છે ભારે?


અમદાવાદમાં AMC દ્વારા ધૂળેટીના દિવસે રિવરફ્રન્ટના અટલબ્રિજ, ફ્લાવરપાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક સાંજ સુધી બંધ રાખવામાં આવશે. સાંજે પાંચ વાગ્યા બાદ રિવરફ્રન્ટ પાર્ક ખુલ્લો મુકવામાં આવશે. 


વાલીઓ માટે બાળકોને લઈ ચેતવણીરૂપ કિસ્સો! તમારું બાળક તો સ્કૂલેથી છૂટીને આમ થતી કરતું!


કમિશનરનું જાહેરનામું
અમદાવાદ શહેર પોલીસે કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રોડ-રસ્તાઓ કે મેદાન પર ભીડ એકત્રિત કરવા પર તેમજ જાહેરમાં રોડ પર લોકો પર રંગ કે કાદવ નહી છાંટવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આનંદ ઉત્સાહના આ પર્વમાં કોઈ અનિચ્છનિય બનાવ ન થાય તે માટે આ હિતકારી નિર્ણય લેવામાં આવે છે.


અમેરિકાએ વિદ્યાર્થીઓને આપી 'ગિફ્ટ', સ્ટુડન્ટ વિઝા પર મળશે નોકરી! ગુજરાતીઓને 'બખ્ખાં