અંબાલાલ પટેલની હોળી બાદ પહેલી સૌથી ખરાબ આગાહી; ઉનાળો આવશે જ નહીં! આગામી ત્રણ મહિના ખુબ જ ભારે!
ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14, 15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે.
Trending Photos
ઝી બ્યુરો/સપના શર્મા: રાજ્યમાં કાળઝાળ ગરમીની ઋતુમાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આ વર્ષ ભારે ગણાય છે, ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળું આવતા અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે હવા સર્ક્યુલેટ થતા રાજ્યના ભાગોમાં વરસાદ રહેશે.
ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14, 15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે. કેટલાક વિસ્તારોમાં વીજ પ્રપાત અને કરા પડવાની પણ શક્યતા છે. એપ્રિલ અને મેં મહિનામાં પણ પ્રિમોન્સૂન વરસાદ આવી શકે છે. વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. મસાલા, ઘઉં, રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા પેદા થવાની શક્યતા જણાવી છે.
હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. આજે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ વધે તો સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવે છે. આજે હોળીની જ્વાળા જોઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
આ વર્ષે ચોમાસામાં વરસાદ સાથે આવશે આફત, હોળીની જ્વાળા જોઈને બોલ્યા અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું સારૂ રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે.
ચોમાસા દરમિયાન અન્ય વિઘ્નો આવશે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. તેમણે કહ્યું કે, એકંદરે વર્ષ સારૂ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે, હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી નથી.
અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. અંબાલાલ પટેલે કહ્યું કે ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે