ઉદય રંજન/અમદાવાદ : કોમ્પ્યુટર ક્લાસીસના માલિકે પોતાની જ વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો. પોલીસે બળત્કારી માલિકની ધરપકડ કરીને આગળ તપાસ આદરી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી દાણીલીમડાના એક કોમ્યુટર ક્લાસીસમાં ટેલીનો કોર્સ શીખવા જતી હતી. આ ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ જગદીશભાઈ મહેતા સાથે યુવતીનો સંપર્ક થયો હતો. બાદમાં યુવતીને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી આપવાની વાત કરી હોવાથી યુવતી ત્યાં નોકરી કરવા લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 31 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


જો કે ભાવેશ મહેતાએ યુવતીને બે મહિના સુધી કોઈ કામ કરાવ્યું ન હતું. એક દિવસ બપોરના સમયે યુવતી ઓફિસમાં એકલી હતી ત્યારે ભાવેશે બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજી બાજુ ભાવેશની આ હરકતથી યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ગત મહિને નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપીએ ધરપકડ ટાળવા આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થયા બાદ બદલો લેવાના ઈરાદે ફરિયાદી યુવતીના અંગત પ‌ળોના ફોટા અને ચેટિંગ સોશિયલ મીડિયામાં વહેતા કરી દીધા હતા. 


GANDHINAGAR માં નીતિન પટેલની જાહેરાત: ખેડૂતો માટે ખુશીના તો ડોક્ટર્સ માટે ગમના સમાચાર


આ ઘટનાથી ક્ષુબ્ધ બની ગયેલી યુવતીએ મંગળ‌વારે પોલીસ કમિશનર કચેરીમાં શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરજ પરના પોલીસકર્મીઓએ તેને રોકી પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના વર્ણવતા પોલીસે તેને સમજાવી મહિલા પોલીસને સોંપી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. બાદમાં જેલને હવાલે કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube