GANDHINAGAR માં નીતિન પટેલની જાહેરાત: ખેડૂતો માટે ખુશીના તો ડોક્ટર્સ માટે ગમના સમાચાર
Trending Photos
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રીએ આજે મહત્વનાં નિર્ણયો અંગે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અત્યારના સંજોગોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની ખેંચ છે. જે બાબતને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા પાણી પણ છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે. મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે તેના સંજોગોમાં કડાણા ડેમ મધ્ય ગુજરાતના ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 160000 હેકટર કરતાં વધુ વિસ્તારમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ સિંચાઇથી મળેલા પાણીના ઉપયોગથી 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરે છે. ઉનાળામાં પણ સરકારે નર્મદા કેનાલ મારફતે પાણી આપ્યું હતું.
ડાંગરનું ધરૂ ઊગી ગયું છે તેને પાણીની ખૂબ જરૂરિયાત છે. આ સંજોગોમાં કડાણામાં પણ લેવલ છે તેનાથી થોડુંક જ ઓછું પાણી છે પણ પાણીનો જથ્થો મર્યાદિત છે. ગુજરાતના બધા ડેમમાંથી 30 થી 35 ટકા પાણી છે. કપરા સંજોગો 8-9 વર્ષમાં ન થઇ હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. નર્મદા નિગમ પાસે સિંચાઇ માટે વધારે પાણીની માંગ કરવામાં આવી છે. સિંચાઇ વિભાગની માંગણી અનુસાર 3000 ક્યુસેક નર્મદામાંથી અને કડાણામાંથી 3000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ પાણી બે દિવસમાં છોડવામાં આવશે.
બોન્ડેડ ડોક્ટરની હડતાળ અંગે કડક વલણ અખતિયાર કરતા નિતિન પટેલે જણાવ્યું કે, 31 જુલાઇ સુધી કોરોના પીક પર હતો પરિપત્ર કર્યો હતો કે, કોરોનાની કામગીરીમાં જોડાવા માટે સરકારે ખર્ચે ભણતા મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કર્યો હતો. 6 માસ કોરોના નોકરી કરી હોય તેમને એક વર્ષ ગણવામાં આવતા હતા. જે પી.જી તરીકે 31 જુલાઇ સુધી કોરોનામાં નોકરી કરી છે તેઓને બોન્ડમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જો કે હવે કોરોના દર્દીઓ નથી અને પરિપત્ર પણ નથી તેથી તેમનો એક વર્ષનો બોન્ડ અમલમાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બોન્ડેડ ડોક્ટરની હડતાળ ખોટી અને બિનકાયદેસર હોવાનું જણાવ્યું હતું. જે ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા ન ઇચ્છતા હોય તેઓ 40 લાખ રૂપિયા આપીને તેમાથી મુક્તિ મેળવી શકે છે તેવી પણ તેમણે ટકોર કરી હતી. જે ડોક્ટર્સ હડતાળ નહી છોડે તેમને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ અપાયો છે. જો નહી માને તો ફોજદારી કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે