અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાનું એપિ સેન્ટર બનેલા અમદાવાદમાં વધુને વધુ લોકો કોરોનાના શિકાર બની રહ્યાં છે. જેમાં રાજકીય નેતાઓ પણ બાકાત નથી. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 10થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. સાથે જ તેમનો પુત્ર અર્પણ શર્મા પણ કોરોના પોઝિટિવ હોવાનું નીકળ્યું છે. હાલ બંનેને SVP હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. 


ગુજરાતમાં ફરી વાવાઝોડું ત્રાટકી શકે છે, સૌરાષ્ટ્રના બંદરો પર 1 નંબરનું સિગ્લન લગાવાયું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી નેતા દિનેશ શર્માનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની પુત્રી અને તેમના પત્નીને હોમ ક્વોરેન્ટાઈ કરાયા છે. Amcના આ વિપક્ષી નેતા પણ ઈન્ડિયા કોલોની વોર્ડના છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા  અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના હોવાનું બહાર આવ્યું હતું. ભાજપના પ્રમુખ જગદીશ પંચાલને 2 દિવસથી તાવ આવતો હતો.


ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં આવશે : સૂત્રો


ખાનગી હોસ્પિટલનું નિરીક્ષણ કરશે આસિ. કમિશનર
Amc દ્વારા કોરોનાની સારવાર માટે 42 ખાનગી હોસ્પિટલ નક્કી કરાઈ છે. ત્યારે આ 42 ખાનગી હોસ્પિટલ મામલે મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો આદેશ કર્યો છે. જે મુજબ હવે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા આ હોસ્પિટલોની કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે. દરેક હોસ્પિટલમાં શિફ્ટ મુજબ કર્મચારીઓને ફરજ બજાવવાની રહેશે. કોરોના દર્દીઓની સંખ્યા અને સારવાર અંગે પણ તેઓએ અપડેટ લેવાના રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર