અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોંગ્રેસના નેતાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે તેવું કહી શકાય. અમદાવાદમાં વધુ એક કોંગ્રેસના નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહેરામપુરાના કોંગ્રેસના કાઉન્સિલર કમળાબેન ચાવડાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. કમળાબેનને બે દિવસથી શારીરિક ગભરામણ થવાની સમસ્યા થઈ રહી હતી. જેના બાદ કમળાબેન ચાવડાને  SVP માં ભરતી કરાયા હતા. તેમનો  કોરોના રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


વડોદરામાં કોરોનાના કેસ 100 થી 200 થતા ફક્ત 10 દિવસ લાગ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદનો બહેરામપુરા વિસ્તારો કોરોનાનો હોટસ્પોટ વિસ્તાર છે. અહીંથી અનેક કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ જ વિસ્તારના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે નિધન થયું હતું. બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ તથા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બદરુદ્દીન શેખ કોરોના સામે જંગ જીતી શક્યા ન હતા. તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની હાલત ગંભીર બની હતી. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા. બદરૂદ્દીન શેખ કોરોનાની મહામારીના સમયે પણ લોકો વચ્ચે સમાજ સેવા કરી રહ્યા હતા અને આ સમાજ સેવા દરમિયાન જ તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો.


ચોંકાવનારી વાત : અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોની બહાર પણ કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો


તો બીજી તરફ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ગઈકાલે સાજા થયા બાદ svp હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લા 15 દિવસથી ખેડવાલા કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. આ ઉપરાંત ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી કમળાબેન ચાવડા કોંગ્રેસના ચોથા નેતા છે, જેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર