અમદાવાદ કોરોનાના બ્લેકહોલ જેવુ બન્યું, શનિવારે વધુ 277 કેસ નોંધાયા
અમદાવાદ કોરોનાના બ્લેકહોલ જેવુ બની ગયું છે. રોજરોજ આંચકાજનક કેસો સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 10 હજારના પાર થઈ ગયો છે. અમદાવાદમાં 24 કલાકમા 277 નવા કેસ નોંધાયા છે. આમ, અમદાવાદમાં જ કુલ કેસનો આંકડો 10001 પર પહોંચી ગયો છે. ગુજરાતના 68 ટકા કેસ એકલા અમદાવાદમાં જ છે. તો અમદાવાદમાં કુલ મોત 669 થયા છે.
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ કોરોનાના બ્લેકહોલ જેવુ બની ગયું છે. રોજરોજ આંચકાજનક કેસો સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 10 હજારના પાર થઈ ગયો છે. અમદાવાદમાં 24 કલાકમા 277 નવા કેસ નોંધાયા છે. આમ, અમદાવાદમાં જ કુલ કેસનો આંકડો 10001 પર પહોંચી ગયો છે. ગુજરાતના 68 ટકા કેસ એકલા અમદાવાદમાં જ છે. તો અમદાવાદમાં કુલ મોત 669 થયા છે.
ગુજરાતનું કોરોના રિપોર્ટ કાર્ડ - 396 નવા કેસ, કુલ કેસ 13669, અને 24 કલાકમાં 27ના મોત
અમદાવાદ શહેરમાં ટેસ્ટીંગના આંકડા મામલે અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે AMCએ દાવો કર્યો છે કે, શહેરમાં ટેસ્ટીંગ આંકડામાં વધારો કરાયો છે.
- 2 એપ્રિલ સુધી - 5383
- 9 એપ્રિલ સુધી - 302410
- 16 એપ્રિલ સુધી - 711617
- 23 એપ્રિલ સુધી - 766924
- 30 એપ્રિલ સુધી - 67971
- 7મે સુધી - 74468
- 14મે સુધી 941015
- 21મે સુધી 11320
પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમમાં પહોંચ્યો કોરોના, 10 કર્મીઓ પોઝિટિવ નીકળ્યા
અમદાવાદ ગ્રામ્યના કેસ
અમદાવાદ ગ્રામ્યના કેસનો આંકડો 155 પર પહોંચી ગયો છે. 24 કલાકમાં વધુ 5 કેસ નોંધાયા છે. દસક્રોઇના ગત્રાડ અને કઠવાડામાં 1-1 કેસ નોંધાયા છે. તો સાણંદ શહેરમાં 2 અને ધંધુકામાં 1 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાંથી અત્યાર સુધી કુલ 9 લોકોના મોત થયા છે. અને અત્યાર સુધી કુલ 122 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ ગ્રામ્યનો ડિસ્ચાર્જ રેશિયો 79 ટકા છે. અમદાવાદમાં 13 ટકા છે. એટલે 21 એક્ટીવ કેસ પૈકી 18 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને બે ટકા દર્દી એટલે કે ત્રણ દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 9 મોત એટલે કે 6 ટકા દર્દીના મોત થયા છે.
ગાંધીનગરમાં 9 કેસ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે કુલ નવા 9 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 3 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સેકટર-૧૨ માં 2 કેસ અને સેક્ટર 30મા 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર