ઝી મીડિયા/બ્યૂરો :આજના મોબાઈલના યુગમાં પતિ પત્ની વચ્ચેના સંબંધ બદલાઈ રહ્યા છે. પતિ પત્ની એકબીજાથી દૂર જઈ રહ્યા છે. પરિણામે બેડરૂમથી શરૂ થઈ રહેલા ઝઘડા ડિવોર્સ સુધી પહોંચી રહ્યાં છે. જોકે, આવામાં શારીરિક સુખ પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. એકબીજાને શારીરિક સુખ (sex) ન આપનારા દંપતી પણ હવે કોર્ટ રૂમ સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પારિવારિક ઝઘડાના ઉકેલ માટે કાર્યરત અભયમ હેલ્પલાઈન પાસે એક કિસ્સો આવ્યો હતો. જેમાં એવુ બન્યુ હતું કે, અમદાવાદમાં રહેતા એક દંપતીનું જીવન સુખમય રીતે ચાલતુ હતું. પરંતુ પતિ કામને કારણે સતત બહાર રહેતો હતો. આ કારણે તે પત્નીને સમય આપી શક્તો ન હતો. તો બીજી તરફ, ઘરમાં એકલતા અનુભવતી પત્નીનું દિલ બીજે લાગી ગયુ. મહિલાને લગ્ન પહેલા એક મિત્ર હતો, પતિ ઘરમાં ન રહેતો હોવાથી પત્નીની તેની સાથે વાતચીત વધી ગઈ હતી. આ બાદ તે દિવસભર તેની સાથે જ સમય પસાર કરતી હતી. જોતજોતામાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જેથી આખરે બંનેએ ભાગી જવાનુ નક્કી કર્યુ હતું. 


આ પણ વાંચો : SG હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ, 5 કિમી સુધી વાહનો અટવાયા


પ્રેમી સાથે ભાગી જવા માટે પત્નીએ ખોટુ કારણ આપ્યું. સાસુ સસરા હેરાન કરે છે તેવુ જણાવીને તે ભાગી ગઈ હતી. એક જાગૃત નાગરિકે મદદ કરતા આખરે સમગ્ર મામલો અભયમ હેલ્પલાઈન પાસે પહોંચ્યો હતો. જેમાં પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરાયુ હતું. અભયમની ટીમે એસટી બસ સ્ટેન્ડ પર જ પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કર્યુ હતું. આખરે પતિ અને પત્નીને પોતાની ભૂલ સમજાઈ હતી.


પતિએ કબૂલ્યુ હતું કે, તે નોકરીને કારણે પત્નીને સમય આપી શક્તો ન હતો. તેને પોતાની ભૂલ સમજાતા માફી માંગી હતી, અને પત્નીને પૂરતો સમય આપવા બાંહેધરી આપી હતી. તો બીજી તરફ પત્નીએ પણ પ્રેમી સાથે ભાગવાનો પ્લાન કેન્સલ કર્યો હતો અને તેની સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા બાંહેધરી આપી હતી. સાથે જ સાસુ-સસરાનો કોઈ વાંક ન હોવાની પણ કબૂલાત કરી હતી.