ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મૃત વાઘ (Tiger) જેવા વન્ય પ્રાણીની ખાલ સાથે ચાર આરોપીઓની મ્યુન્સિપલ (AMC) કોઠા પાસેના વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. વાઘ (Tiger) ની ચામડી વેચવાના ફિરાકમાં હતા અને ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) ની ટીમે દબોચી લીધા છે. છેલ્લા બે વર્ષથી વાઘ જેવા વન્ય પ્રાણીની ખાલ લઈને આરોપીઓ ફરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટામાં દેખાતા ચારેય આરોપીઓ પાસે કર્ણાટક (Karnataka) ના એક વ્યક્તિ પાસેથી આ મૃત વાઘનું ચામડું મેળવ્યું હતું અને રૂપિયા અઢી કરોડમાં આ મૃત વાઘનું ચામડું વેચવાના હતા. ચાર જેટલા મૃત વાઘનું ચામડું વેચીને કરોડો રૂપિયાની કમાણી કરવાના ફિરાકમાં હતા.

અનોખો વિરોધ: AMC ઓફિસમાં ઢોલ અને જનૈયાઓ સાથે નિકાળ્યો વરખોડો, ખબર છે કેમ?


દોઢ કરોડમાં ક્રાઇમ બ્રાન્ચે સોદો પાડ્યો હતો અને આરોપીઓને દબોચી લીધા હતા. વાઘની ચામડી મોહન રાઠોડને કર્ણાટકના એક શખ્શ દ્વારા આપવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આગળની વધુ તપાસમાં કર્ણાટક સુધી લંબાય તો નવાઈની વાત નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube