અનોખો વિરોધ: AMC ઓફિસમાં ઢોલ અને જાનૈયાઓ સાથે નિકાળ્યો વરઘોડો, ખબર છે કેમ?

પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યું છે.

અનોખો વિરોધ: AMC ઓફિસમાં ઢોલ અને જાનૈયાઓ સાથે નિકાળ્યો વરઘોડો, ખબર છે કેમ?

અપર્ણ કાયદાવાલા, અમદાવાદ: આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ એક નજરે એવું લાગે કે જાણે જાનૈયા જાન લઇને પરણવા માટે કોર્પોરેશન પહોંચી ગયા હોય. એક મુસ્લિમ યુગલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે લગ્ન કરવા માટે પહોંચી ગયું હતું. વિરોધ કરવા પહોંચેલા લોકોએ જણાવ્યું હતું દાણાલીમડા વિસ્તારમાં લગ્ન પ્રસંગ યોજવા માટે જગ્યાનો અભાવ છે. થોડા સમય પહેલાં મુખ્યમંત્રીના હસ્તે પાર્ટી પ્લોટનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું પરંતુ કામ શરૂ ન થતાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન કરવામાં કોરોનાની ગાઇડલાઇનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન માટે ઢોલ અને જનૈયાઓ સહિતના તમામ લોકો પહોંચી ગયા હતા. 

આ વિરોધ પ્રદર્શનમાં એક મુસ્લિમ યુગલ લગ્ન કરવા માટે પહોંચી ગયું હતું. વિરોધ કરી રહેલા લોકોએ આરોપ લગાવ્યો હતો કે દાણીલીમડા વિસ્તાર લગ્ન પ્રસંગ માટે યોગ્ય જગ્યાનો અભાવ છે. ઓગસ્ટ 2020માં મુખ્યમંત્રીના હસ્તે પાર્ટીપ્લોટનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું. પરંતુ પાર્ટીપ્લોટના ખાત મુહૂર્ત બાદ પણ કામ શરૂ ન થતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં લોકોએ રીતસર એએમસી પ્રાંગણમાં જમણવાર પણ યોજ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news