ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ક્રાઈમબ્રાન્ચે (Crime Branch) મોબાઇલ ચોરી ના ગુનામા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી બપોરના સમયગાળા દરમિયાન કન્ટ્રકશન સાઈટની રેકી કરતા અને વહેલી સવારમાં ઊંઘી રહેલા શ્રમજીવી લોકોના મોબાઇલની ચોરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) બંને આરોપીઓની ધરપકડ કરીને 150 જેટલા ગુનાનો ભેદ ઉકેલીને 107 ચોરીના મોબાઇલ કબજે કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા બે આરોપી જયેશ ઉર્ફે જયલો નાયક અને સતીશ ઊર્ફે સત્યા પરમાર ની મોબાઇલ ચોરીના ગુનામા ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ બપોરના સમયે વસ્ત્રાપુર, સેટેલાઈટ, આનંદ નગર, ઘાટલોડીયા, સરખેજ અને બોપલ શેલા જેવા વિસ્તારોમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ પર રેકી કરતા હતા. અને વહેલી સવારે મોબાઇલ ફોન (Mobile Phone) ની ચોરી કરતા હતા. 

બાંગ્લાદેશથી નોકરી માટે આવેલી સગીરા કેવી રીતે બની ગઇ Sex Worker, જાણો આપવિતી


જોકે આ બંને આરોપીઓ વેપાર ધંધો કરતા વેપારીઓ ની નજર ચૂકવીને પણ તેઓના મોબાઈલ ફોનની ચોરી કરતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: ધોળા દિવસે AMT માં ચોરી થતા ક્યારેય જોઇ છે? CCTV માં કેદ થઇ તસ્કરોની કમાલ


મોબાઇલ ચોરી ના ગુનામાં ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું કે ચોરી કરવા માટે રિક્ષા ભાડે કરીને નીકળતા હતા. આરોપી પાસેથી પોલીસે 107 ચોરીના મોબાઇલ કબ્જે કર્યા. છે. જ્યારે 150 મોબાઇલ ચોરીની કબુલાત કરી છે. જ્યારે પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો જયેશ નાયક અગાઉ સેટેલાઈટ તથા આનંદ નગર વિસ્તાર મોબાઇલ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે સતીષ ઉર્ફે સત્યા પરમાર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં અને સરખેજ પોલીસ સ્ટેશનમાં કર્યું ભંગના ગુનામાં પકડાઇ ચૂકેલ છે.


હાલમાં ક્રાઇમ બ્રાંચે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે. જ્યારે જપ્ત કરેલ મોબાઈલ ફોનના I.M.E.I નંબરના આધારે માલિકને શોધી કાઢવાની પણ કામગીરી શરૂ કરી છે. ઉપરાંત આરોપી ચોરી ના મોબાઇલ ક્યા અને કોને વેચતા હતા. તેની પણ શોધખોળ હાથ ધરી છે.