મૌલિક ધામેચા, અમદાવાદ: જમીનની લેતી દેતી મામલે પેટ્રોલપંપ માલિકનું અપહરણ કરી 70 લાખની ખંડણી માંગનાર છ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધ્રરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ ભોગ બનનારને ડરાવવા ફાયરિંગ કર્યું હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ છ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ અને અપહરણના ગુનામાં ઝડપી લીધા છે. બનાવ અંગેની હકીકત એવી છે કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક અતુલ પટેલની 8 જૂનના રોજ સવારે પોતાની કાર લઈ નીકળ્યા હતા. દરમિયાનમાં કેટલાક અજાણ્યા ઈસમો તેમનો પીછો કરી અપહરણ કરવાના ઇરાદે આવ્યા. બાદમાં માણસાથી વિસનગર રોડ પાસે બિલોદરા ઉમિયાનગર સીમ નજીક એક ખેતરની ઓરડીમાં અતુલ પટેલને અપહરણ કરી લઈ ગયા.


ચાર પગ અને ચાર હાથ સાથે બાળકીનો જન્મ, બોલીવુડ સ્ટારના એક ફોન પર કરાયું સફળ ઓપરેશન


જ્યારે આ અંગે ચાંદખેડા પોલીસને જાણ થતાં જ અલગ અલગ ટીમો અપહ્યતમેં છોડાવવા ટીમો રવાના કરી. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ અપહરણ કર્તાઓ અંગે માહિતી મળતા જ ઘટના સ્થળેથી આરોપી પિતા પુત્ર મહેન્દ્રસિંહ ગોલ અને ફૂલદીપસિંહ ગોળ સહિત મોહમદ તોફિકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જોકે જગ્યા પરથી પોલિસે 3 મોબાઈલ ફોન, હથિયારના ફૂટેલા કારતુસ અને અપહરણ માટે વપરાયેલ કાર કબ્જે કરી હતી.


ગુજરાતના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી UKનું પ્રતિનિધીમંડળ પ્રભાવિત, શિક્ષણ મંત્રી સાથે કરી બેઠક


પોલીસને પ્રાથમિક તબક્કે 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ અપહરણ કરવા પાછળ ખંડણી માંગવાનું હતું. એટલું જ નહિ પકડાયેલ આરોપીઓની પૂછપરછ એવુ પણ સામે આવ્યું કે અપહ્યત અતુલ પટેલના ભાઈ પાસે ખંડણી માંગવા નરોડા દાસ્તાન સર્કલ પાસે આવવાના છે. જે માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છટકું ગોઠવી રૂપિયા આપવાના બહાને આરોપી રાહુલ મોદી, મોહસીન ફકીર, મોહંમદ અબ્રાર અન્સારીને ઝડપી લીધા. આરોપીઓ પાસેથી એક પિસ્ટલ, એકટીવા અને હથિયાર માટેના 4 જીવતા કારતુસ સહિત 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


મોરબીમાં ધારીયા-તલવાર લઈ સામસામે આવી ગયા લોકો, પછી જે મારામારીના દ્રશ્યો સર્જાયા તે જોઈ તમે પણ...



આરોપીઓએ અતુલ પટેલની ડરાવવા માટે જમીન ઉપર ફાયરિંગ પણ કર્યું અને તેના ભાઇને ફોન કરી 70 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે આ ખંડણી માંગવા પહેલા આરોપીઓ 8 મહિના પહેલાં જ તૈયારી કરી હતી જેમાંથી જયદીપસિંહ ગોલએ હથિયાર લઇ આવ્યો હતો અને પિતા- પુત્ર સાથે ખંડણી માંગવાનું કાવતરું પણ રચ્યું હતું. આરોપીની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે અતુલ પટેલે મહેન્દ્ર પાસેથી 2017 ના વર્ષમાં જમીન ખરીદી હતી પરંતુ આ નાણાં ની લેવડદેવડ અંગે તકરાર ચાલતી હતી.


સવાર પડતા જ ડરી છે અમદાવાદના આ વિસ્તારના રહીશો, ભેદી અવાજ કરે છે પરેશાન, વાણસો પણ પડી જાય છે


આ તકરાર જમીન ભાવ વધતા વધુ રૂપિયાની વસુલાત કરવાના ઈરાદે ખંડણી અને અપહરણ થયું હોવાનું સામે આવ્યું. અપહરણ કરવા જયદીપ સિંહ ગોલે રાહુલમોદીનો સંપર્ક કરી 10 લાખ લેવાનું નક્કી થયું હતું. જ્યારે રાહુલ મોદી એ 50 હજાર માં સહઆરોપીઓને તૈયાર કરેલા. જોકે આ કેસમાં અન્ય ફરાર બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube