મોરબીમાં ધારીયા-તલવાર લઈ સામસામે આવી ગયા લોકો, પછી જે મારામારીના દ્રશ્યો સર્જાયા તે જોઈ તમે પણ...

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-8 પાસે જોન્સનગરમાં ગત રાત્રીએ મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં નસીમબેન નજમાબેન, નેકમામદ સુલેનામ ભટ્ટી, સાજિદ શબ્બીરભાઈ જેડા અને રફીક નુરમામદ જામ નામના પાંચ વ્યક્તિઓને છરી અને તીક્ષ્ણ હથિયારના ઘા વાગ્યા હોવાથી તેઓને સારવાર માટે મોરબીની જુદી-જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

મોરબીમાં ધારીયા-તલવાર લઈ સામસામે આવી ગયા લોકો, પછી જે મારામારીના દ્રશ્યો સર્જાયા તે જોઈ તમે પણ...

હિમાંશુ ભટ્ટ, મોરબી: રાજ્યમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે તેમ અવારનવાર મારામારી, હત્યા જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના મોરબી જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં મશ્કરી કરવા મામલે લોકો સામસામે આવી ગયા હતા. જે બાદ છરી, ધારીયા અને તલવાર વડે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મારામારીની ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઇજા થઈ છે. જો કે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-8 પાસે જોન્સનગરમાં ગત રાત્રીએ મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં નસીમબેન નજમાબેન, નેકમામદ સુલેનામ ભટ્ટી, સાજિદ શબ્બીરભાઈ જેડા અને રફીક નુરમામદ જામ નામના પાંચ વ્યક્તિઓને છરી અને તીક્ષ્ણ હથિયારના ઘા વાગ્યા હોવાથી તેઓને સારવાર માટે મોરબીની જુદી-જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે પૈકીના સાજિદ શબ્બીરભાઈ જેડાને વધુ ઇજા થઇ હોવાથી તેને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. સામસામી મારામારીના બનાવમાં હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધી છે.

જેમાં રફિકભાઈ નુરમામદભાઈ જામ (28) રહે. લાતી પ્લોટ શેરી નં-8 જોન્સનગર વાળાએ સાજીદ સબ્બીર જેડા, નેકમામદ સલેમાન ભટ્ટી, ફિરોજ નેકમામદ જેડા અને જાવેદ નેકમામદ ભટ્ટીની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે સાજીદ તેની મશ્કરી કરતો હતો. મસ્તી કરવાની ના પાડી હતી જે બાબતે ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ અન્ય શખ્સોએ ત્યાં આવીને લોખંડના પાઇપ, ધારિયા તેમજ તલવાર વડે હુમલો કર્યો હતો. ત્યારે રફિકભાઈ, નસીમબેન અને નજમાબેનને માર મારવામાં આવ્યો હતો જેથી તેઓને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં રફીકભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ નં. 307, 324, 323, 504, 506 (2) 114, 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

તો સામાપક્ષેથી મારામારીના બનાવમાં સાજીદભાઈ શબ્બીરભાઈ જેડા રહે. લાતી પ્લોટ શેરી નં-8 પાસે જોન્સનગર વાળાએ રફીક નુરમામદ જામ અને એજાજ નુરમામદ જામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે રફીક તેની મશ્કરી કરતો હોય મશ્કરી કરવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ બંને આરોપીએ મૂઢ માર માર્યો હતો અને ફરિયાદીને છરીનો ઘા છાતીમાં મારી દીધો હોવાથી તેના ઇજા થઇ હોય પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. આ ઉપરાંત તેના સાથળ અને હાથે પણ કરી છરી મારવામાં આવી છે. હાલમાં સાજિદની ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ નં. 307, 324, 323, 504, 506 (2) 114, 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news