ઉદય રંજન/અમદાવાદ: શહેરમાંથી ફરી એક વાર દારૂનું કટિંગ ઝડપાયું છે. ક્રાઈમબ્રાંચે લાખોના દારૂના જથ્થા સાથે બે આરોપી ઓની ધરપકડ કરી. મહારાષ્ટ્રથી દારૂ લાવીને અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર બુટલેગરોને પહોંચાડવાના હતા. જોકે બુટલેગર પાસે દારૂ પહોંચે તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં થશે અતિભારે વરસાદ!કઇ કઇ તારીખે મેઘો ગુજરાતને કરશે તરબોળ?જાણો ઘાતક આગહી


અમદાવાદ શહેરની ફરતે બનાવેલો રિંગ રોડ જાણે કે અન્ય રાજ્યોમાંથી દારૂ લાવીને તેનું કટિંગ કરી બુટલેગરો સુધી પહોંચાડવાનું સેન્ટર બની ગયું છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ઓઢવ રિંગ રોડ પર આવેલ શ્રી રામ એસ્ટેટમાં ગોકુલ સ્ટીલ માં દરોડા પાડી કન્ટેનરમાંથી દારૂનું કટિંગ કરતા રંગેહાથ બે આરોપી ધરપકડ કરી છે. જેમાં 16.97 લાખથી વધુની કિંમતનો દારૂ ની 4488 બોટલો કબજે કરી છે.


સરકારને ઝાટકી: દલિત ઉત્પીડનની રાજધાની બની રહ્યું છે ગુજરાત, જિજ્ઞેશ મેવાણી બગડ્યા


પકડાયેલ આરોપી પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વહેલી સવારે આ દારૂ મહારાષ્ટ્રથી અમદાવાદમાં લાવીને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ક્રાઈમ બ્રાંચે વસ્ત્રાલના ગોવિંદ રાવત તેમજ બાપુનગર નાં ઇમરાનખાન પઠાણ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી ઓની પૂછપરછ કરતા ભાગી જનાર બુટલેગર ફુરકાન મિર્ઝાએ તેમના પરિચિત પાસેથી આ દારૂ મંગાવ્યો હોવાની હકિકત સામે આવી છે. 


ગુજરાતમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક: એક તીરે અનેક નિશાન તાક્યા, પાર્ટીએ કેમ આપી ટિકિટ


પકડાયેલા ટ્રક કપડવંજ તરફથી આવવાના હોવાથી ગોવિંદ રાવર તેમજ ફુરકન બેગ મિર્ઝા એક્સેસ લઈને કુહા ગામ ખાતેથી પાયલોટીંગ કરીને ઓઢવ શ્રી રામ એસ્ટેટ સુધી લાવ્યા હતા. આ દારૂનો જથ્થો ફુરકાનબેગ મિર્ઝા, ગોવિંદ રાવત તેમજ ઇમરાન પહેલવાન ને લેવાનો હતો. પકડાયેલા ઇમરાનખાન પઠાણ પોતે ઇમરાન પહેલવાન નો માણસ હોય તેના કહેવાથી દારૂનો જથ્થો લેવા આવ્યો હતો. તેમજ ટ્રક ડ્રાઈવર પોલીસ આવે તે પહેલા જ ક્યાંક જતો રહ્યો હતો.


OMG 2 માં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી પર પરેશ રાવલે આપ્યો સણસણતો જવાબ, કહી દીધી મોટી વાત


છેલ્લા એક વર્ષથી મહારાષ્ટ્ર માંથી દારૂનો જથ્થો ટ્રકથી અમદાવાદ લાવીને અલગ અલગ બુટલેગરોએ દારૂ પહોંચાડતા હતા એટલે અન્ય કેટલા બુટલેગર સંડોવાયેલા છે જેને લઈ તપાસ શરૂ કરી છે. ત્યારે પકડાયેલ આરોપી ગોવિંદ રાવત અગાઉ 2014માં ઓઢવમાં ઈંગ્લીશ દારૂના કેસમાં તેમજ અમરાઈવાડી માં મારામારીના બે ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે..


આવુ અનોખું ગામડું આખા દેશમાં નહિ જડે, એક રસોડે જમે છે આખા ગામના લોકો