મૌલિક ધામેચા/ અમદાવાદ: ખોખરામાં મહિલાની હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. મધ્યપ્રદેશથી આરોપી પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતો આરોપી ઈરફાન ખાનએ પોતાની પ્રેમિકાની હત્યા કરીને મૃતદેહ પાણીની ટાંકીમાં છુપાવી દીધો હતો. પ્રેમમાં દગો મળતા આરોપી ઇરફાને 15 વર્ષના પ્રેમની હત્યા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાની વાત કરીએ તો ખોખરામાં અનુપમ સિનેમાની સામે મોહન એસ્ટેટમાં ગારમેન્ટ કંપનીના ધાબા પર પાણીની ટાંકીમાં રેખા જાદવની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા રેખા પોતાના પ્રેમી ઈરફાન ખાન સાથે CCTV કેમેરમાં કેદ થઈ હતી. મૃતક રેખા જાદવના એક કરતા વધુ પુરુષો સાથે સંબધ રાખીને તેની સાથે વિશ્વાસઘાત કરતી હોવાની શકા ઈરફાનને હતી જેથી તેણે રેખાને ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


આ પણ વાંચો:- ભુજ: વિવાદ અને ચર્ચામાં રહેતી G K હોસ્પિટલે માનવતા મહેકાવી, બિનવારસુ દર્દીની કરી સારવાર


ક્રાઇમબ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં રેખા જાદવની હત્યા કેસનો ભેદ ઉકેલીને તેના પ્રેમી ઇરફાનને મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી રેખા જાદવને ઇરફાન સાથે છેલ્લા 15 વર્ષથી પ્રેમસંબધ હતો. લગ્ન પહેલા જ બન્ને પ્રેમમાં હતા. પરંતુ પરિવારની મંજૂરી નહિ મળતા બનેં પોતાના સમાજમાં લગ્ન કર્યા. પરંતુ બન્ને વચ્ચે પ્રેમસબંધ ચાલુ જ હતો.


આ પણ વાંચો:- પાલિકા ચોખ્ખું પાણી નહિ આપે તો અધિકારી અને કોર્પોરેટરને ગંદુ પાણી પીવડાવીશું: મહિલાઓ


ઇરફાન એમ્રોડરીની કારખાનામાં કામ કરે છે અને ત્યાજ સુઇ જાય છે છેલ્લા 15 વર્ષથી ઇરફાન રેખાના  પ્રેમમાં પાગલ હતો. 2019 માં ઈરફાનને જમીન વેચીને બે લાખ રેખાને આપ્યા હતા. ઇરફાન રેખાને પત્નિની જેમ રાખતો હતો. થોડાક સમય પહેલા ઇરફાન તેના ગામડે જતો રહેતા રેખા સાથે સંબધ તુટી ગયા હતા પરંતુ તે પરત આવી જતા ફરીથી રેખા સાથે રીલેશન વધ્યા હતા. રેખાના અન્ય સાથે પણ સંબધ હોવાના કારણે ઇરફાન ઉશ્કેરાયો હતો અને અંતે તેનુ ઢીમ ઢાળી દીધુ હતું.


આ પણ વાંચો:- ખેડા અકસ્માત: અમદાવાદ-વડોદરા હાઈવે એસયુવી કારે ઇકો કારને મારી ટક્કર, પોલીસ ઘટના સ્થળ પર


મોબાઇલની વાતચીતે રેખાનો ભાંડો ફોડ્યો
રેખા છાનામાના અલગ અલગ લોકો સાથે ફોન પર વાતચીત કરતી હતી જેથી ઇરફાનને શંકા ગઇ હતી. ઇરફાને તપાસ કરાવતા તેના અનેક લોકો સાથે રીલેશન હોવાનું સામે આવ્યુ હતું. ઇરફાન રેખા પાછળ રૂપિયા ખર્ચતો હતો અને રેખા બીજા સાથે રીલેશન રાખતા તેણે રેખા પાસે પૈસા પરત માગ્યા. પરંતુ બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા ઇરફાને રેખાની હત્યા કરી. રેખાના ચકચારી મર્ડર કેસમાં સીસીટીવી ફુટેજના આધારે આરોપી ઈરફાનની ઓળખ થતા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો. દગો અને પૈસાની અદાવતમાં 15 વર્ષનો પ્રેમનો અંત આવ્યો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી ઇરફાને ખોખરા પોલીસને સોંપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube