પાલિકા ચોખ્ખું પાણી નહિ આપે તો અધિકારી અને કોર્પોરેટરને ગંદુ પાણી પીવડાવીશું: મહિલાઓ

સ્માર્ટ સીટી વડોદરામાં નાગરીકો ગંદુ પાણી પીવા મજબુર છે, વડોદરાના અનેક વિસ્તારોમા પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્ષ થતું હોવાની ફરીયાદ ઉઠી છે. દંતેશ્વરમાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ વ્યકત્ કર્યો હતો

પાલિકા ચોખ્ખું પાણી નહિ આપે તો અધિકારી અને કોર્પોરેટરને ગંદુ પાણી પીવડાવીશું: મહિલાઓ

રવિ અગ્રવાલ/ વડોદરા: સ્માર્ટ સીટી વડોદરામાં નાગરીકો ગંદુ પાણી પીવા મજબુર છે, વડોદરાના અનેક વિસ્તારોમા પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્ષ થતું હોવાની ફરીયાદ ઉઠી છે. દંતેશ્વરમાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ વ્યકત્ કર્યો હતો.

રાજ્યમાં નાગરીકો કોલેરાનો ભોગ બની રહ્યા છે, ત્યારે વડોદરામા પણ દુષિત પાણીના કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. વડોદરા શહેરના માજલપુર, અકોટા, ન્યુ સમા રોડ, આજવા રોડ, ડભોઈ રોડ અને દંતેશ્વર વિસ્તારમા પીવાના પાણીમા ગટરના પાણીનું કોન્ટામેન્ટ થઈ રહ્યુ છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીએ પણ કોન્ટામેન્ટ થતુ હોવાનો રીપોર્ટ આપ્યો છે ,એટલે વડોદરામા લોકો જોખમી પાણી પી રહ્યા છે. જોકે દુષિત પાણીથી કંટાળેલા દંતેશ્વર ગામના વચલા ફળીયાની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોધાવ્યો હતો.

દંતેશ્વરના વચલા ફળિયામાં રહેતા મહિલા શોભના બ્રહ્મભટ્ટ કહે છે કે છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવે છે, વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયા પણ ચોખ્ખું પાણી નથી મળતુ, લોકો ઘરે ઘરે બીમાર છે. જેથી જો પાલિકા ચોખ્ખું પાણી નહિ આપે તો અધિકારી અને કોર્પોરેટરને ગંદુ પાણી પીવડાવીશું.

વડોદરામાં ગંદા પાણીના કારણે લોકોની ધીરજ ખુટી રહી છે. છેલ્લા 15 દિવસથી ગંદુ પાણી આવી રહ્યુ છે, ત્યારે લોકો હવે અધિકારીઓ અને નેતાઓને ગંદુ પાણી પીવડાવી ભાન કરાવવાના મુડમાં છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીએ પણ રીપોર્ટ આપ્યો છે ત્યારે મેયર કેયૂર રોકડીયા જણાવી રહ્યા છે કે જ્યાં જ્યાં કોન્ટામેશનની ફરીયાદ આવશે ત્યા વહેલી તકે લિકેજ સોધીને દુરસ્ત કરવાની કમગીરી કરવામાં આવશે. સાથે જ જ્યાં દૂષિત પાણી આવે છે ત્યાં પાલિકા પીવાના પાણીની ટેન્કરો દોડાવે છે. 

વડોદરા શહેરમા આજવા સરોવર અને મહિસાગર નદીનું પાણી આવે છે. જોકે વચ્ચે ગટરની લાઈનો લિકેજ હોવાથી પીવાના શુધ્ધ પાણીમાં ગટરના પાણી મિક્ષ થાય છે જે નાગરીકો માટે નુકશાન કારક છે, ત્યારે વડોદરા કોર્પોરેશન લોકોની પીવાના પાણીની સમસ્યા ક્યારે ઉકેલશે તે એક મોટો સવાલ છે. અને જો નહી સમસ્યા નહીં ઉકેલાય તો અધિકારીઓએ દુષિત પાણી પીવા તૈયારી રાખવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news