`પૈસા પરત નહીં આપુ જે થાય તે કરી લે`, નરોડામાં યુવક પર થયેલા ફાયરિંગ મુદ્દે મોટો ઘટસ્ફોટ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે જશોદા નગર ઓવર બ્રિજ પરથી નયન વ્યાસ, નિરવ વ્યાસ અને અર્જુન દેહદા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે 2 પિસ્ટલ, 3 કારતુસ, મોબાઈલ અને અમુક રોકડ રકમ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના નરોડામાં યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ બે પિસ્ટલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વ્યાજે આપેલા પૈસાની બાબતે ફાયરિંગ કર્યાની આરોપીઓએ કબૂલાત કરી છે.
ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!
ગઈ તારીખ 9મીના અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સુમતિનાથ સોસાયટી પાસે રહેતા યુવક હર્ષિલ પ્રવિણભાઈ ત્રાંબડીયાપર બાઈક પર આવેલ બે અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં યુવકને હાથમાં ઇજા થતા તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં માહિતી અને ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નયન દિલીપભાઈ વ્યાસ, નિરવ મહેશભાઈ વ્યાસ અને અર્જુન સુરપાલ દેહદા બે દેશી તમંચા, કારતુસ સહિત ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, રોડ પર થયા લાશોના ઢગલાં
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે જશોદા નગર ઓવર બ્રિજ પરથી નયન વ્યાસ, નિરવ વ્યાસ અને અર્જુન દેહદા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે 2 પિસ્ટલ, 3 કારતુસ, મોબાઈલ અને અમુક રોકડ રકમ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે ખેડાનો આરોપી નયન વ્યાસ અમદાવાદમાં ભાડે મકાન રાખી રહેતા હતો અને તેણે ભોગ બનનાર હર્ષિલ ત્રાંબડીયાને વ્યાજે પૈસા આપ્યા હતા. જે પૈસા પરત માંગતા હર્ષિલે પરત ન આપી વારંવાર ઝઘડો કર્યો હતો. તેમજ 'પૈસા પરત નહીં આપુ જે થાય તે કરી લે' તેમ કહેતા નયન વ્યાસે ઉત્તરપ્રદેશથી બે તમંચા અને પાંચ કારતુસ લાવી અર્જુન દેહદાને 60 હજાર રૂપિયામાં સોપારી આપી તેમના કૌટુંબિક સાળા નિરવ વ્યાસને મદદમાં લઈ અર્જુન અને નિરવને એક એક પિસ્ટલ આપી હર્ષિલ ત્રાંબડીયાને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.
જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના ઘટસ્ફોટ
15 દિવસ સુધી રેકી કર્યા બાદ 9મી એપ્રિલે અર્જુન દેહદાએ હર્ષિલ ત્રાંબડીયાને મારી નાખવાના ઈરાદે તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પકડાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાંચે નરોડા પોલીસને હવાલે કરતા પોલીસે આરોપી ઓની વધુ તપાસ હાથ ધરી છે.