આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...

ઝી બ્યુરો/ખેડા: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે સૌથી વધુ રક્તરંજીત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી ઘટનાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.

આ અક્સ્માત થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે જ એક્સપ્રેસ હાઈ-વેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news