મૌલિક ધામેચા/અમદાવાદ: વિદેશ વાંછુકોના ખૂટતા ડોક્યુમેન્ટ બનાવી વિઝા અપાવવાના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજો કબજે કર્યા છે. મહત્વનું છે કે ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપી વિરુદ્ધ અમેરિકામાં પણ ગુનો નોંધાયેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ, ઈસનપુરના સમુહલગ્નોત્સવમાં માહોલ બગડ્યો!


પોલીસ કસ્ટડીમાં રહેલા બે આરોપીઓનું નામ ભાવિન પટેલ અને જસ્મીન અશોકભાઈ પટેલ છે. જે બંને ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. જેઓ સી જી રોડ પર આવેલા દેવપથ કોમ્પ્લેક્સ માં શાયોના હોલીડે ના નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરે છે.પરંતુ તેની આડમાં બનાવટી દસ્તાવેજો ના આધારે ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા કરી વિઝા અપાવવાનું કામ કરતા હતા. વિદેશ જવા ઈચ્છતા લોકો આ બંને આરોપી ભાવિન પટેલ અને જસ્મિન પટેલ પાસેથી દસ્તાવેજો મેળવી વિઝા મેળવતા હોવાનું સામે આવ્યું છે.


આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી, એક એકરમાં વાવેતર કરો તમારા બાળકો કમાણી ખાશે!


પકડાયેલ આરોપી ભાવિન પટેલની સાયોના હોલીડે માં રેડ કરી પોલીસે 39 પાસપોર્ટ, 55 જુદા જુદા બેંકોના સ્ટેમ્પ તથા કંપનીઓના સર્ટિફિકેટ,ત્રણ પેન ડ્રાઈવ, બે હાર્ડડ્રાઇડ અને બે કોમ્પ્યુટર કબજે કર્યા છે. જે તમામ દસ્તાવેજ સાચા છે કે ખોટા તેની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બેંકના ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ છે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભાઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા આ ઘટના જાણી લો...


મહત્વનું છે કે પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી કે, બનાવટી ડોક્યુમેન્ટ બનાવનાર રોનક સોની હજી ફરાર છે.જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત ઝડપાયેલ આરોપી ભાવિન પટેલની વિરુદ્ધમાં અમેરિકામાં પણ એક ગુનો નોંધાયો છે.જેમાં એક વર્ષ જેલમાં રહ્યો હોવાની પણ હકીકત સામે આવી જેથી પોલીસે આ રેકેટમાં સંકળાયેલા તમામ આરોપીઓની ઉલટ તપાસ શરૂ કરી છે.ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું