ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું રાજકોટના યુવકનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા પહેલાં આટલું જાણી લો, નહીં તો...

રાજકોટ શહેરમાં પીનાઈલ ફ્રેક્ચરનો એક કેસ સામે આવતા સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ઘટનામાં 35 વર્ષીય યુવાન પોતાની પત્ની સાથે સંભોગ માણી રહ્યો હતો તે દરમિયાન વધુ પડતાં આવેગના કારણે તેનું શિશ્ન યોનીની ઉપરના હાડકા સાથે અથડાતા તેનું ફ્રેક્ચર થયું હતું.

ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું રાજકોટના યુવકનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા પહેલાં આટલું જાણી લો, નહીં તો...

રાજકોટ: શહેરમાં રેરેસ્ટ ઓફ રેર પ્રકારની ઘટનાનો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાની પત્ની સાથે સંભોગ કરી રહેલા પતિને અતિરેક જુસ્સામાં શારીરિક સંબંધ બાંધવાના કારણે ઇન્દ્રિયના ભાગે ફ્રેક્ચર થયું છે. રાજકોટ શહેરમાં પીનાઈલ ફ્રેક્ચરનો એક કેસ સામે આવતા સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ઘટનામાં 35 વર્ષીય યુવાન પોતાની પત્ની સાથે સંભોગ માણી રહ્યો હતો તે દરમિયાન વધુ પડતાં આવેગના કારણે તેનું શિશ્ન યોનીની ઉપરના હાડકા સાથે અથડાતા તેનું ફ્રેક્ચર થયું હતું. તમને જણાવી દઈએ કે, દર 1.75 લાખ કેસમાંથી પીનાઈલ ફ્રેક્ચરનો એક કેસ નોંધાય છે. 

શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટના એક 35 વર્ષીય યુવાનને પોતાની પત્નિ સાથે સંભોગ દરમ્યાન અતિરેક જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધવો ભારે પડ્યો છે, કારણે તેની ઈન્દ્રિય (લીંગ)માં ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં 35 વર્ષીય યુવાન વધુ પડતા જુસ્સા સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવાનનું શિશ્ન હાડકાં સાથે અથડાતા લિંગ કડાકાના અવાજ સાથે વળી ગયું હતું અને તુરંત સોજો ચડ્યો હતો. ત્યારબાદ તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરાયું હતું. ડૉક્ટર દ્વારા તાત્કાલિક આ યુવાનનું ઓપરેશન કરાયું હતું. જોકે ડૉક્ટર દ્વારા 35 વર્ષીય યુવકનું જે આ ઓપરેશન કરાયું છે તેને મેડિકલની ભાષામાં પીનાઈલ ફ્રેક્ચર કહે છે. 

મહત્વનું છે કે, રાજકોટમાં પીનાઈલ ફ્રેક્ચરનો રેરેસ્ટ ઓફ રેર કેસ આવતા અનેક ચર્ચા જોવા મળી રહી છે. જો મેડિકલ સાયન્સનું માનીએ તો આ પીનાઈલ ફ્રેક્ચર કેસ 1,75,000 કેસમાંથી એકમાં જ જોવા મળે છે. રાજકોટના 35 વર્ષીય યુવકના કેસમઅ અગ્રણી યુરોલોજિસ્ટ ડો. પ્રતિક અમલાણીએ તેમનુ સફળ ઓપરેશન કર્યુ છે. 

પેનાઇલ ફ્રેક્ચર શું છે?
પુરુષોના ખાનગી ભાગમાં પીનાઈલ ફ્રેક્ચર સામાન્ય ફ્રેકચર કરતા અલગ હોય છે... કારણ કે, પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ હાડકું હોતું નથી. તેથી હાડકાના જગ્યાએ મશલ્સ તૂટે છે... ખરેખર, પુરુષોના ખાનગી ભાગની ત્વચા હેઠળ પેશીઓનો રબર જેવો એક સ્તર હોય છે, જેને ટ્યુનિકા અલબુગિનીઆ કહેવામાં આવે છે. જાતીય સંભોગ માટે પુરુષોના પ્રાઈવેટ પાર્ટનું કદ વધારવા અને કડકતા માટે જવાબદાર છે. કેટલીકવાર ટ્યુનિકા આલ્બ્યુગિનીયા હેઠળ ઇરેક્ટાઇલ પેશીઓ (કોર્પસ કેવરનોસમ) અને ભાગ્યે જ કિસ્સાઓમાં મૂત્રમાર્ગમાં (નળી કે જે પેશાબ પસાર કરે છે) પણ ભંગાણ થઈ શકે છે. જોકે પેનાઇલ ફ્રેક્ચરના કેસો ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય લેવી પડે છે.

પેનાઈલ ફ્રેકચર થવાનું કારણ:
વધારે જોશથી જાતીય સંભોગ કરવામાં આવે તો પેનીસમાં પીનાઈલ ફ્રેક્ચર થઈ શકે છે...પુરુષોના જનનાંગોમાં ટ્યુનિકા એલ્બુગિનીયા પેશીનો સ્તર હાજર રહે છે, ઇરેક્ટાઇલ પેશીઓને તોડી શકે છે અથવા ક્રેક થઈ શકે છે.સેક્સ દરમિયાન પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં વધતા લોહીના પ્રવાહ અને ઉત્થાનને કારણે, પેશીઓ સખત હોય છે અને વધારે પડતા બળથી ઇજા થઈ શકે છે. આ દરમિયાન તૂટવાનો અવાજ સાંભળી શકાય છે.

પુરુષ જનનાંગોમાં ભંગાણના લક્ષણો:
 1- કંઈક તૂટવાનો અવાજ આવવો
 2- પ્રાઈવેટ પાર્ટમાં ઉત્તેજનાની અચાનક કમી
 3- ઈજા પહોંચવાથી ભંયકર દુખાવો
 4- પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી આવવું
 5-પેશાબ કરતી વખતે દુખાવો થવો

કયા ટેસ્ટથી ફ્રેકચરની ખબર પડે છે:
પુરુષોના જનનાંગોમાં ફ્રેક્ચર શોધવા માટે એક ખાસ પ્રકારનો એક્સ-રે, પેનાઇલ અલ્ટ્રાસાઉન્ડ અથવા એમઆરઆઈ પરીક્ષણનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત કેટલાક પેશાબનાં પરીક્ષણો પણ કરી શકાય છે.

પ્રાઈવેટ પાર્ટ તૂટવાનો ઈલાજ:
પીનાઈલ ફ્રેક્ચરની સારવાર માટે સામાન્ય રીતે સર્જરીની જરૂર હોય છે. જેમાં સર્જન તૂટેલા પેશીઓને જોડે છે. આ શસ્ત્રક્રિયાનો હેતુ પુરુષોના ખાનગી ભાગમાં સામાન્ય ઉત્થાન અને પેશાબની કામગીરી સ્થાપિત કરવાનો છે. આ સિવાય,ડોક્ટર પીડા અને અગવડતાને ઘટાડવા માટે પાટો, પેઇનકિલર્સની પણ ભલામણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news