ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત અને પાકિસ્તાની મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે બીજી તરફ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને મેચના દિવસ દરમિયાન શહેરમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-પાક મેચ પહેલા મોટો ખતરો! આ વિસ્તારોમાં મેઘાએ શરૂ કરી બેટિંગ, ધબધબાટી બોલાવશે!


હવે મેચના દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્ટેડિયમ ખાતે બાજ નજર પણ રાખશે. સ્ટેડિયમ ખાતે VVIP ગેટ નજીક ટીથર ડ્રોન ઉડાડવામાં આવશે. જે ડ્રોન 120 મીટરની ઊંચાઈ ઉડીને 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે નજર રાખશે. અને સાથે સાથે આ ડ્રોન દ્વારા આસપાસની સોસાયટીઓના ધાબા ઉપર રહેલા લોકો ઉપર પણ નજર રાખશે અને સાથે સીધો કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે. 


ભારત-પાકિસ્તાન મેચને લઈ અ'વાદમાં કેવો હશે લોખંડી પોલીસ બંદોબસ્ત? શું છે એક્શન પ્લાન


અગાઉ પણ આ ટીથર ડ્રોનનો સફળ પ્રયોગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા દરમિયાન કર્યો હતો. જેનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું હતું. જેમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવી હતી.


આવી રહ્યું છે ખૂંખાર વાવાઝોડું; ગુજરાતમા કયા દિવસથી શરૂ થશે અસર? ભયાનક વરસાદની આગાહી