ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં ગત મહિને હત્યા કરેલ મૃતદેહ અવાવરુ જગ્યા પરથી મળી આવ્યો હતો. પોલીસે હત્યા કરનાર જમાઈની ધરપકડ કરી છે. 27મી ફેબ્રુઆરીના રોજ નરોડા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની વડ સાસુની હત્યા કરી નાખી હતી. વડસાસુને ગળે ટૂંપો લઈને હત્યા કરી અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રાજપૂતો ભેગા મળી રૂપાલાને હરાવો', આખરે જામ સાહેબે મૌન તોડી ક્ષત્રિયોને કર્યો હુંકાર


ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપી અમદાવાદમાં આવ્યો હોવાની માહિતી મળતા, તેને પકડી લેવામા આવ્યો. પોલીસ તપાસમાં ચોકાવનારી બાબત સામે આવી છે કે હત્યાના આરોપી અજય રાણાની પત્નીને વડસાસુએ તેની જાણ બહાર જ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હતા. જેની અદાવત રાખીને વડસાસુ ને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 


વિજાપુરમાં જામશે ક્ષત્રિય Vs પટેલનો જંગ, જાણો કોંગ્રેસ કયા ઉદ્યોગપતિને ઉતારશે મેદાને


આ ઘટના આશ્ચર્યજનક બાબત એ છે કે વર્ષ 2017માં આરોપી અજય એક યુવતી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. જેને પરિવારજનોને સ્વીકારી લીધો હતો. જોકે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા એટલે કે લગ્નના કોઈ પુરાવા પણ ન હતા. આરોપી અને તેની પત્નીના લગ્નથી એક બાળકને પણ જન્મ થયો હતો. થોડા સમય બાદ આરોપી અજયની એક ગુનામાં ધરપકડ પકડ થઈ હતી અને જેલ હવાલે થઇ હતી. જેથી તેની વડસાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા, બાળક પણ તેની પત્ની લઈ ગઈ હતી. 


'જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો...', સુરત સહિત દેશમાં 52 સ્થળોએ બોમ્બ ગોઠવ્યાનો


આ દરમિયાન જેલમાંથી બહાર આવ્યા બાદ 27મી ફેબ્રુઆરીએ આરોપી અજય બપોરના સમયે નરોડા જીઆઇડીસી પાણીની ટાંકી પાછળ ખુલી જગ્યામાં કુદરતી હાજર કરવા જઈ રહ્યો હતો. એ દરમિયાન તેની વડસાસુ લાકડાનો ભારો લઈને જઈ રહ્યા હતા. પરિસ્થિતિનો લાભ લઈને અજય તેની વડ સાસુને હત્યા કરી નાખી ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. 


'રૂપાલાના નિવેદનનો મને આઘાત લાગ્યો પરંતુ હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું'


જેલમાંથી બહાર આવ્યા બાદ પત્નીના લગ્ન જાણ બહાર અન્ય સાથે કરાવી દેવાના કારણે આરોપી અજય બદલો લેવાની ફિરાકમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ આરોપી અજય તેની સાસુ સાથે રહેતો હતો. હત્યા કર્યા બાદ આરોપી અજય પાલનપુર ભાગી ગયો હતો. જોકે થોડા દિવસ પહેલા કામ ધંધા માટે ફરીથી અમદાવાદમાં આવતા બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી અજયની ધરપકડ કરી લીધી છે.