રૂપાલાના નિવેદનનો મને આઘાત લાગ્યો પરંતુ હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું: માંધાતાસિંહ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓની લાગણી દુભાય છે અને તેમના નિવેદનથી મને પણ ઘણો આઘાત લાગ્યો હતો. જે બાબતે તત્કાલ માફી માગવા માટે પરસોતમ રૂપાલાને ટેલીફોનિક વાતચીત કરી હતી.
Trending Photos
Loksabha Election 2024, દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, ત્યારે આ સમગ્ર મામલે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે બેઠકના માધ્યમથી સમસ્યાનો સુખદ અંત આવે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન મામલે રાજકોટના રાજવીને આઘાત લાગ્યો હતો. પરંતુ તેઓ ભાજપની વિચારધારાથી જોડાયેલા છે. અને આડકતરી રીતે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે, તેઓ ઇશારો કર્યો હતો. તેમજ ક્ષત્રિય સમાજ તરફથી આંદોલન કરતી સંકલન સમિતિ અને ભારતીય જનતા પક્ષના આગેવાનો વચ્ચે બેઠક કરવાની વાત કરી હતી. ઉપરાંત આ સમસ્યાનો સુખદ અંત આવે તેવું તેમનું માનવું છે તેઓ કહે છે કે હું ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નહીં પરંતુ સાથે જ છું. જોકે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રહિતમાં વિચારી નિર્ણય કરશે તેવો મને વિશ્વાસ છે.
જોકે રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજના સંમેલનોમાં હાજરી આપવા મામલે માંધાતાસિંહજીએ મૌન સેવ્યું હતું તો પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવા મામલે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે રાજવીઓએ પોતાનું રાજ્ય ભારત દેશને આપી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો. ભારત દેશની સ્વતંત્રતા પછી શાસકોમાં સંવેદનશીલતા ક્રમશઃ ઘટી રહી છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓની લાગણી દુભાય છે અને તેમના નિવેદનથી મને પણ ઘણો આઘાત લાગ્યો હતો. જે બાબતે તત્કાલ માફી માગવા માટે પરસોતમ રૂપાલાને ટેલીફોનિક વાતચીત કરી હતી જે બાદ રૂપાલાનો વિડીયો મીડિયાના માધ્યમથી જાહેર થયો હતો અને તેમાં રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માફી માગવામાં આવી હતી આ ઉપરાંત ગોંડલના શેમળા ખાતે મળેલા સંમેલનમાં પણ રૂપાલાએ જાહેરમાં માફી માગી હતી.
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની બહેનોને ઘરમાંથી બહાર નીકળી રસ્તા પર આવવું પડ્યું છે અને અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેમજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અત્યાર સુધી કરવામાં આવી જ રહી છે ભવિષ્યમાં પણ કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે રજૂઆતો થશે તેવું મારવું માનું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે