અમદાવાદ પોલીસની એવી પહેલ, જે ભલભલા ભેજાબાજોને આકાશપાતાળમાંથી શોધી કાઢશે
શહેરમાં વધી રહેલ છેતરપિંડીના ગુનાના નિકાલ માટે પોલીસ કમિશ્નર દ્વારા આર્થિક ગુના નિવારણ શાખાની રચના કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓ સાથે બનતી ઘટનામાં મે 2021 થી અત્યાર સુધીમાં ફરિયાદીના 7.5 કરોડ રૂપિયા પોલીસે પરત અપાવ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :શહેરમાં વધી રહેલ છેતરપિંડીના ગુનાના નિકાલ માટે પોલીસ કમિશ્નર દ્વારા આર્થિક ગુના નિવારણ શાખાની રચના કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓ સાથે બનતી ઘટનામાં મે 2021 થી અત્યાર સુધીમાં ફરિયાદીના 7.5 કરોડ રૂપિયા પોલીસે પરત અપાવ્યા છે.
શહેરમાં વધી રહેલ છેતરપિંડીની ઘટનાઓ પર નિયંત્રણ કરવા માટે શહેર પોલીસ કમિશ્નર દ્વારા આર્થિક ગુના નિવારણ શાખાની શરૂઆત કરવામાં આવી છે. જેની નવી બિલ્ડિંગનું લોકાર્પણ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. જો કે આં શાખામાં મુખ્યત્વે લોકો સાથે આચરવામાં આવતી છેતરપિંડીની ફરિયાદ અને અરજી મારફતે નિકાલ કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં અલગ અલગ વ્યક્તિ ઓનાં રૂપિયા 7.5 કરોડ પરત કરવામાં પોલીસને સફળતા મળી છે.
આ પણ વાંચો : ભાઈ-બહેનના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, બહેનને ઘરમાં એકલી જોઈને ભાઈ તેને પલંગ પર લઈ ગયો
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી પી ચુડાસમાએ આ વિશે જણાવ્યું કે, આ શાખાની શરૂઆતથી અત્યાર સુધીમાં પોલીસને 297 જેટલી અરજીઓ મળી હતી, જેમાં પોલીસે 17 જેટલા ગુના દાખલ કર્યા છે. 187 અરજીઓનો નિકાલ કર્યો છે. અને 101 જેટલી અરજીઓની તપાસ પણ હાલમાં ચાલુ છે. મહત્વનું છે કે, આર્થિક ગુના નિવારણ શાખામાં 1 ડીવાયએસપી, 4 પીઆઇ, 13 પીએસઆઈ અને 63 જેટલા પોલીસ કર્મચારી ઓની મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ છેતરપિંડી અરજી કરનાર વ્યક્તિઓની રજૂઆતને તો સાંભળે છે. પરંતુ આરોપી પક્ષની રજૂઆતને પણ ધ્યાનમાં લે છે અને સંપૂર્ણ તપાસ બાદ જ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરે છે.
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અનિલ સ્ટાર્ચ મિલ કે તેની પેટા કંપનીઓએ આચરેલ છેતરપિંડીના અલગ અલગ ત્રણ ગુના દાખલ કર્યા છે. જ્યારે પોંઝી સ્કીમનો પણ પર્દાફાશ કરીને અસરકારત્મક કામગીરી કરી છે. આ શાખામાં મુખ્યત્વે જમીન, મિલકત, બેંક કે કંપનીને લાગતા ફ્રોડ તેમજ વિશ્વાસઘાત કે છેતરપિંડીને લાગતા ગુનાની તપાસ કરવામાં આવે છે.