ભાઈ-બહેનના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, બહેનને ઘરમાં એકલી જોઈને ભાઈ તેને પલંગ પર લઈ ગયો

ભાઈ-બહેનના સંબંધોને લજવતો કિસ્સો મેગા સિટી અમદાવાદમા બન્યો છે. અમદાવાદમાં પરિણીતાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. એટલુ જ નહિ, તેણે પિતરાઈ બહેનને પાછળથી પકડીને કિસ પણ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પિતરાઈ બહેનને જબરદસ્તીથી પલંગ પર સૂવડાવીને ગંદો સ્પર્શ કર્યો હતો. ત્યારે પરિણીતાએ પિતરાઈ ભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

Updated By: Dec 5, 2021, 11:46 AM IST
ભાઈ-બહેનના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, બહેનને ઘરમાં એકલી જોઈને ભાઈ તેને પલંગ પર લઈ ગયો

ઝી મીડિયા/બ્યૂરો :ભાઈ-બહેનના સંબંધોને લજવતો કિસ્સો મેગા સિટી અમદાવાદમા બન્યો છે. અમદાવાદમાં પરિણીતાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. એટલુ જ નહિ, તેણે પિતરાઈ બહેનને પાછળથી પકડીને કિસ પણ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પિતરાઈ બહેનને જબરદસ્તીથી પલંગ પર સૂવડાવીને ગંદો સ્પર્શ કર્યો હતો. ત્યારે પરિણીતાએ પિતરાઈ ભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

બન્યુ એમ હતું કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 22 વર્ષીય પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં પતિ તથા બે વર્ષની નાની દીકરી છે. તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ત્યારે રવિવારના રોજ તેના ઘરે પિતાના મામાનો દીકરો આવ્યો હતો. જે સંબંધમાં તેનો પિતરાઈ ભાઈ થાય છે. પિતરાઈ ભાઈ આવ્યો ત્યારે પરિણીતા ઘરમાં એકલી હતી. તેથી પિતરાઈ ભાઈએ વાતો કરવાની શરૂ કરી હતી અને બાદમાં ગંદી હરકતો પર ઉતરી આવ્યો હતો. 

આ પણ વાંચો : રણજી ક્રિકેટર બની ગયો જુગારના અડ્ડાનો સંચાલક, ગ્રાઉન્ડ પર પ્લેયર્સને બદલે જુગારીઓને ભેગો કરતો 

પિતરાઈ ભાઈએ પરિણીતા સામે જમવા વિશે પૂછ્યુ હતું. જેના બાદ પિતરાઈ ભાઈએ બહેનને કહ્યું હતું કે, ‘જલ્દી જમવાનુ બનાવ, નહિ તો હું તને ખાઈ જઈશ.’ આવી ખરાબ વાત ન કરવા પરિણીતાએ તેના ભાઈને ટોકી હતી. પરંતુ તે આટલેથી અટક્યો ન હતો. તેણે કિચનમાં કામ કરતી બહેનને પાછળથી પકડી લીધી હતી. એટલુ જ નહિ, તેણે પરિણીતાને ગાલ પર કિસ કરી હતી. યુવકે તેને જબરદસ્તીથી પલંગ પર સૂવડાવી હતી અને બહેનને ગંદો સ્પર્શ કરીને તેની પાસેથી અભદ્ર માંગણી કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય, ચુડવા-મંગવાણા ગામનું સુકાન મહિલાઓના હાથમાં સોંપાયું

બહેને પિતરાઈ ભાઈની હરકત પર તેને દૂર કર્યો હતો, અને બાદમા યુવક ઘરમાંથી નીકળી ગયો હતો. જોકે, બાદમાં પરિણીતાએ તેના પતિને સઘળી વાતની જાણ કરી હતી. પરિણીતાનો પતિ નિકોલ વિસ્તારમા મોબાઈલની દુકાન ધરાવે છે, જેથી તે દુકાનથી ઝટપટ ઘેર આવી ગયો હતો. તેને પહેલા તો પત્નીને સાંત્વના આપી હતી, જેના બાદ પતિ-પત્ની અમરાઈવાડી પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યા હતા. તેમજ દંપતીએ યુપીમા રહેતા પોતાના પરિવારજનોને પણ આ ઘટના વિશેની જાણ કરી હતી.