• એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

  • દાણીલીમડા વિસ્તારમાં ચાલવાતો હતો ડ્રગ્ઝનો વેપલો

  • આરોપી જાહેરમાં વેચતો હતો ડ્રગ્સનો જથ્થો


ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ (crime branch) દ્વારા શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી લઈક હુસેન બશીર અહમદ અંસારી નામના શખ્સની ધરપકડ કરાઈ છે. જેની 32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ (MD Drugs) નો જથ્થા સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. સામાન્ય રીતે એસઓજીએ પકડેલા આ ડ્રગસનો જથ્થાની ઇન્ટનેશનલ માર્કેટ કિંમત જો આંકવામાં જઈએ તો 3,20,000 જેટલી માનવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસઓજી ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્ઝનો ધંધો કરવાના કૌભાંડને ખૂલ્યુ પાડ્યું છે. આરોપી લઈક હુસૈન શહેરમાં એક શાહરુખ નામના એક વ્યક્તિ પાસેથી એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે. ત્યારે હાલ પોલીસે આ શાહરુખ નામનો શખ્સ કોણ છે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.


આ પણ વાંચો : હાથની આંગળીઓ કપાય તેવો જોરદાર પવન ઉત્તરાયણે ફૂંકાશે, પતંગરસિયા માટે ગુડ ન્યૂઝ


31 ગ્રામ એ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવેલા આરોપી હુસેન બસીર અન્સારી બે વખત પાસાની સજા પણ ભોગવી ચૂક્યો છે અને સાતથી આઠ વાર મારામારીના ગુનામાં પણ અગાઉ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તદુઉપરાંત આરોપીનો મોટો ભાઈ પણ 39 કિલો ગાંજાના જથ્થા સાથે એસઓજી ક્રાઇમે જ ધરપકડ કરી હતી. ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને ક્યાંથી એમ.ડી ડ્રગ્સ લાવ્યો છે અને અત્યાર સુધીમાં કેટલી વખત આ નશીલો પદાર્થ લાવી ચુક્યો છે તેને લઈને સઘન તપાસ હાથ ધરી છે.