ઉદય રંજન/અમદાવાદ :શહેરના જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનિયત સામે આવી છે. આ શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ, પણ પ્રેમના પાઠ ભણાવતો હતો અને આમ જ એક વિદ્યાર્થીનીને ભોળવીને 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે વિદ્યાર્થીની માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં આખરે હેવાન શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના આ શિક્ષકનુ નામ છે મયંક દીક્ષિત છે. જે એલન ઇન્સ્ટિટયૂટમાં મોટિવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હતો. જેણે ઈન્સ્ટીટયુટમાં આવતી ભોળી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભેળવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એકવાર વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયા બાદ આરોપી મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીનીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીનીના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ હેવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેલ કરતો હતો. જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી. આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વાલીને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. 


આ પણ વાંચો : રાજકીય ગલિયારામાં ચર્ચાઓ શરૂ, મોટાગજાના પાટીદાર નેતા કોંગ્રેસમા જોડાવા જઈ રહ્યાં છે 


વિદ્યાર્થીની જ્યારે કોઈ સવાલનો જવાબ મેળવવા માટે હેવાન શિક્ષક પાસે જતી, ત્યારે તે વિદ્યાર્થીનીને કહેતો કે, તું ખૂબ સુંદર લાગે છે, મને ખુબ ગમે છે. લંપટ શિક્ષક ભ્રામક વાતો કરીને વિદ્યાર્થીનીને ભોળવતો હતો. આરોપી મયંકની ઉંમર 42 વર્ષ છે જ્યારે ભોગ બનનારી વિદ્યાર્થીની તેની દીકરીની ઉંમરની છે. તેમ છતાં પણ હેવાન શિક્ષકે તેના ઘરે પર્સનલ ટ્યુશનના બહાને વિદ્યાર્થીનીને બોલાવીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. એ દરમ્યાન જ્યારે પણ વિદ્યાર્થીની શારીરીક સંબંધ બાંધવાનું ના પાડતી ત્યારે આરોપી દ્વારા તેના ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. હાલ આ આરોપી BYJU'S ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 


પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરીને ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબના સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીની તેની હૈવાનિયતનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.