અમદાવાદ : શહેરમાં કોરોનાની સ્થિતીના પગલે સળંગ 57 કલાકનો કર્ફ્યુ લગાવાયો છે. અત્યાર સુધીમાં 215 કેસો પોલીસે નોંધીને 243 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. કર્ફ્યૂની અમલવારી માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી. બિનજરૂરી કર્ફ્યૂમાં અવરજવર કરનારા લોકો સામે પોલીસે કરી કાયદેસર કાર્યવાહી. અટકાયત કરાયેલા આરોપીઓમાંથી 1 આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નિકળ્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં તમામ જગ્યાએ નાકાબંધીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા. બિનજરૂરી અવરજવર કરી રહેલા લોકો વિરુદ્ધ પોલીસ કરી રહી છે કાર્યવાહી. ડીસીપી અને સ્થાનિક પોલીસ દ્વારા વાહનચેકિંગ અંગે કરવામાં આવી રહી છે કડક કાર્યવાહી. પોલીસ દ્વારા પણ સતત નાગરિકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. 


શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપુર્ણ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આજે કર્ફ્યૂની પ્રથમ સવારે શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. રાતદિવસ દોડતું રહેતું અમદાવાદ કર્ફ્યૂના કારણે અચાનક થંભી ગયું છે. મંદિરોમાં પણ તાળા લાગી ગયા છે. શહેરના રસ્તાઓ પર જરૂરી સેવાના કર્મચારીઓ સિવાય સુમસામ ભાસી રહ્યા છે. 

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ રાઉન્ડ ધ ક્લોક કર્ફ્યૂનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. લોકો બિનજરૂરી બહાર નિકળી રહેલા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી રહીછે. શહેરના એસજી હાઇવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, સરખેજ રિંગરોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ 117 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 130 લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. 

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચ,એસઓજી અને ટ્રાફીક શાખા પોલીસ અને તમામ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોઇ સામે મળી આવે તો પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓનાં ચેકિંગ કરીને યોગ્ય કારણ હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, જીવન જરૂરી વસ્તુઓને છુટ આપવામાં આવી છે. જેમાં દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પંટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપની, ઇલેક્ટ્રોનિક કે પ્રિંટ મીડિયા કર્મચારી, પાણી સપ્લાય કરનારા લોકો સાથે સંકળાયેલા લોકોને નિયમ આઇડી કાર્ડ કે ડોક્યુમેન્ટ જોઇને જવા દેવાશે. આ ઉપરાંત વિવિધ પરિક્ષા માટે આવેલા  વિદ્યાર્થીઓને એડમિશન કાર્ડ જોઇને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર આવેલા લોકોને આઇડી પ્રૂફ અને ટિકિટ જોયા બાદ જવા દેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube