ઉદય રંજન/અમદાવાદ: વિદેશમાં નોકરી મેળવવાની ઘેલછામાં અનેક લોકો છેતરાયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, તેમ છતાં લોકોની આંખો ખુલી રહી નથી. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ; મહિલાઓ પાસે કરાવતું ગંદું કામ,6 મહિલા સહિત 7ની ધરપકડ


અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાંચના મૂળ રાજસ્થાનના ફરિયાદીઓ એક ફરિયાદ આપી હતી કે આજથી છ માસ પહેલા એસડી ટુર્સ અને ટ્રાવેલ્સના નામથી ઓફિસ અમદાવાદના આશ્રમ રોડ ખાતે શરુ કરી હતી. જેમાં મુન્ના ચૌહાણ, મુસ્તક અન્સારી, દિનેશ યાદવ અને વિધ્યા સાગર નામના લોકો સંપર્કમાં આવ્યા હતા, જેમણે વિદેશ એટલે કે કોલોમ્બિયા ખાતે ડ્રાઇવર હેલ્પર તેમજ વર્કર તરીકે નોકરી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પાસેથી એક લાખ ચાલીસ હાજર મેળવ્યા હતા અને પાસપોર્ટ લીધો હતો અને સામે આરોપીઓએ કોલોમ્બિયાની ગિલ કંપનીનો કામ કરવાનો એક ઓફર લેટર આપ્યો હતો. 


સરકારી અધિકારીઓના સ્વાંગમાં બેફામ ફરી રહ્યા છે નટવરલાલ! એજન્સીઓના નાકમાં ક્યો છે દમ


આ પ્રકારે આરોપીઓને ગુજરાત સહીતના 12 લોકોએ પોતાને વિદેશમાં નોકરી મળશે એ ઈચ્છાએ વ્યક્તિ દીઠ એક લાખ 40 હજાર રૂપિયા અલગ અલગ રીતે આપ્યા હતા. જેની કુલ કિંમત 22 લાખ 40 હાજર થવા પામી હતી. ફરિયાદીઓને નોકરી ન મળતા છેતરાયાનો અહેસાસ થતા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. 


વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ઓસ્ટ્રેલિયામાં માત્ર 16 દિવસમાં સ્ટુડન્ટ વિઝાની થશે પ્રોસેસ


અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ મળતા આરોપીઓના મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા મુન્ના ચૌહાણ નામનો આરોપી મળી આવ્યો હતો, ત્યારે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદીઓને જે વર્ક કરવા માટે જે કોલમ્બિયાની ગિલ કંપનીનો ઓફર લેટર આપવામાં આવ્યા હતા એ ખોટા હતા. સાયબર ક્રાઇમ બ્રાંચ એ મુન્ના ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરીને મુસ્તક અન્સારી, દિનેશ યાદવ અને વિદ્યા સાગર નામના આરોપીઓની શોધખોળ શરુ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ એ એસ ડી ટુર્સ અને ટ્રાવેલ્સ નામની કંપની ત્રણ રાજ્યોમાં જાહેરાત ન્યુઝ પેપરમાં આપી હતી. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો પોલીસને શંકા છે કે આ કૌભાંડ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, અન્ય રાજ્યના લોકો પણ આ ગેંગનો શિકાર બન્યા છે.


વિદેશની નોકરી છોડી વતનમાં શરુ કરી ડ્રેગન ફ્રુટની ખેતી, વર્ષે થાય છે કરોડોની કમાણી


પોલીસને શંકા છે કે ફરિયાદીઓના પાસપોર્ટ આરોપીએ લઇ લીધા છે. નેપાળ બોર્ડર પર વેચ્યા હોઈ શકે છે ત્યારે પોલીસની તપાસમાં વધુ મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે. 


25 લાખનો Free Health Insurance આપી રહી છે સરકાર, આ લોકોને મળે છે લાભ