મૌલિક ધામેચા/અમદાવાદ :સમગ્ર દેશમાં હાલ લોકડાઉન બાદ સાયબર ક્રાઇમે માથું ઉચકયું છે, તેવા સમયમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં અનેક લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા હોય છે. પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું  સાયબર આશ્સ્વસ્થ લોકોની ખૂબ મદદ કરી રહ્યુ છે. છેલ્લા 6 મહિનામાં સાયબર ક્રાઇમ દ્વારા લોકોએ ગુમાવેલા 5 કરોડ રૂપિયા રિકવર કરી પરત લાવવામાં મદદ કરી છે. ત્યારે આ એક મોટી સફળતા કહી શકાય. 


માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘દિલ્હીથી બહુ દોરીસંચાર ન થાય તો ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સાયબર ક્રાઇમમાં અનેક લોકો પોતાના ઓનલાઇન ચીટિંગની ફરિયાદ લઈને આવે છે, તેવા સમયમાં હવે ગુજરાત સરકારે સાયબર આશ્વસ્થ પ્રોજેકટ શરૂ કર્યો છે. જેમાં લોકો પોતાની સાથે બનેલા ફ્રોડ અને અન્ય બાબતની ફરિયાદ કરી શકે છે. આ અંગે સાયબર ક્રાઇમના ડીસીપી રાજદીપ ઝાલા એ જણાવ્યું હતું કે, સાયબર આશ્વસ્થ પ્રોજેકટ હેઠળ અત્યાર સુધીમાં અમે 12000 કોલ એટેન્ડ કર્યા છે. છેલ્લા 6 મહિનામાં અમે લોકોના ઓનલાઇન ફ્રોડના કેસોમાં 5 કરોડ રૂપિયાની રિકવરી કરાવી છે. હું લોકોને અપીલ કરું છું કે જો તમારી સાથે કોઈ ઓનલાઇન ચિટીંગ થાય તો 100 નંબરનો ફોન કરો અથવા સાયબર ક્રાઈમનો સંપર્ક કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર