એક ન્યૂડ વીડિયો કોલ તમારું જીવન કરી શકે છે બરબાદ! અમદાવાદના 15 વર્ષના સગીરની વાંચી લો દર્દનાક કહાની
અમદાવાદનાં સરસપુરમાં રહેતો 15 વર્ષીય સગીર ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરતો હતો. તે દરમિયાનમાં ગત 27મી ડિસેમ્બરે દુપટ્ટાથી આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ હતું.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં 15 વર્ષના સગીરને ન્યૂડ વિડીયો કોલની માયાજાળમાં ફસાવી પૈસા પડાવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશના ગુનામાંથી અંકેશ લોધી, સન્ની લોધી અને મનોજ લોધી નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે.
હવે ઘરઆંગણે બનશે પાસપોર્ટ! ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે, અમદાવાદમાં શરૂ થશે વાન
અમદાવાદનાં સરસપુરમાં રહેતો 15 વર્ષીય સગીર ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરતો હતો. તે દરમિયાનમાં ગત 27મી ડિસેમ્બરે દુપટ્ટાથી આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ હતું. સગીરની અંતિમવિધી કરવા માટે જ્યારે પિતાએ ઘરમાંથી બચતના નાણાં કાઢ્યા ત્યારે તેમાં 23 હજાર ઓછા હતા. જેથી સગીરના પિતાએ તપાસ કરતા સગીર પુત્રનો ફોન મળ્યો હતો પરંતુ તેમાં સીમકાર્ડ ન હતુ અને કોઇ પણ પ્રકારનો ડેટા પણ ન હતો. જેથી સગીરના પિતાને શંકાઓ જતા ફોન ચાલુ કરાવતા પૈસાની ઉઘરાણી બાબતે અજાણ્યા શખ્સે મેસેજ અને ફોન કર્યો હતો.
પદ્મ પુરસ્કારોમાં કેવી રીતે છવાયા ગુજરાતીઓ? આ પહેલા ક્યારેય એક સાથે નથી મળ્યું આ સન્
આ શખ્સે ધમકી આપી હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં તે શખ્સે ફોન વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. આમ, સગીરે 25થી 30 હજાર ચૂકવ્યા હોવા છતાંય ધમકી આપી હોવાનું સામે આવતા મૃતકના પરિવારે પોલીસની મદદ લીધી હતી. શહેરકોટડા પોલીસે આ મામલે ખરાઇ કરીને તપાસ કરતા સગીરને ન્યુડ વિડીયો કોલ કરીને ફસાવવામાં આવ્યો હતો અને બાદમાં નાણાં પડાવીને વધુ નાણાંની માંગણી કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી અપાઇ હોવાનું સામે આવ્યુ હતું.
બાળકનું નામ ભગવાનના નામ પરથી રાખવું યોગ્ય છે? જાણી લેજો પ્રેમાનંદજી મહારાજનો આ જવાબ
જેથી આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓએ આ રીતે અન્ય 150 થી વધુ લોકોને ન્યૂડ કોલમાં ફસાવ્યા હોવાનું તપાસમાં ખુલતા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શહેર કોટડા પોલીસે હાથ ધરી છે.